આ શહેરમાં ગરબા આયોજકોએ ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું પડશે, પ્રશાસને જાહેર કર્યું SOP

આ શહેરમાં ગરબા આયોજકોએ ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું પડશે, પ્રશાસને જાહેર કર્યું SOP

09/11/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આ શહેરમાં ગરબા આયોજકોએ ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું પડશે, પ્રશાસને જાહેર કર્યું SOP

22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે હવે નવરાત્રિ માટે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસ બચ્યા છે. ગરબા આયોજકો તેની તૈયારીમાં લાગી રહ્યા છે. 9 દિવસ સુધી ખેલૈયાઓ ખૂબ ઝૂમશે સાથે જ મા અંબાની ભક્તિભાવથી પૂજા પણ કરશે, ત્યારે અમદાવાદમાં ગરબાનું આયોજન કરનારાઓએ ફરજિયાત ફાયર સેફટી સર્ટિફિકેટ લેવું પડશે. તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગ દ્વારા નવરાત્રિ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડ્યું છે. ચાલો જોઇએ AMCએ શું SOP જાહેર કર્યું છે.


AMCના SOPની મહત્ત્વની ગાઈડલાઇન

AMCના SOPની મહત્ત્વની ગાઈડલાઇન

નવરાત્રિ આયોજકો દ્વારા કોઈ પણ મંડપ-પંડાલ ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ,હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દુર બનાવવાના રહેશે. તેના માટે મંડપમાં ફાયર વિભાગના વાહનો આવી શકે એ માટે રોડ-રસ્તા ખુલ્લા રાખવા પડશે અને અવરોધક વસ્તુ દૂર કરવાની રહેશે.

પંડાલની કેપિસિટી મુજબ, વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનું રહેશે.

સંચાલકો દ્વારા પ્રત્યેક 100 ચો.મી. વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન 2 નંગ ABC ફાયર એશટિંગવિશર  6 કી.ગ્રા.ની ક્ષમતાના તથા 2 નંગ CO2 ફાયર એશટિંગવિશર  4.5 કી.ગ્રા.ની ક્ષમતાના અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવાના રહેશે.

પંડાલમાં આગ સલામતી અર્થે પાણી નો પુરવઠો ફ્લોર એરિયાના 0.75 લી/સ્ક્વે.મી કરતા ઓછો હોવો જોઈએ નહિ તથા પાણીનો પુરવઠો ડ્રમ, બકેટ માં ઝડપથી ઉપયોગમાં લઇ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.

પંડાલમાં ફ્ક્સિ પાર્ટીશન કરવાનું રહેશે નહિ ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈ થી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે (2) EMERGENCY EXIT રાખવાના રહેશે, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 5 મીટર ખુલ્લું હોય તે મુજબનું રાખવાનું રહેશે.

કોઇપણ મંડપ કોઇપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઈટેન્શનલાઈન કે રેલ્વે લાઈન દુર કરવાના રહેશે

સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવનકુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પુરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે.

 

સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સુચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સીસ્ટમ રાખવાની રહેશે

આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહિ તથા આગ લાગી શકે તેવા કોઇપણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહિ.

નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.

નવરાત્રિ આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલ થી દુરના અંતરે રાખવાનું રહેશે.

ઈમરજન્સી એક્ઝિટ પરસ્પર વિરૂધ્ધ દિશામા રાખવી પડશે.

સીટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાના રસ્તાનુ અંતર 15 મીટરથી વધુ હોવુ ના જોઈએ.

મંડપમાં જનમેદનીને સુચના આપવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવી પડશે.

પંડાલ કે પંડાલ બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી, પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે નહીં.

હંગામી મંડપથી દુરના અંતરે ઈલેકટ્રિક જંકશન બોર્ડ પાઈલોટીંગ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.

સ્ટ્રકચરની અંદર અને બહારનો સ્મોકિંગ ઝોન, એક્ઝિટ, ઈમરજન્સી એકઝિટ સરળતાથી વાંચી શકાય એ રીતે ઓટો ગ્લોવ મટિરીયલમાં સાઈન લગાવવા પડશે.


ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત

આ SOPમાં  લોકોની સુરક્ષાને મુદ્દાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. નવી ગાઈડલાઇન મુજબ, ગરબા આયોજકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ઈવેન્ટ શરૂ થવાના 3 દિવસ અગાઉ તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાનું પાલન ન કરનારા આયોજકોને મંજૂરી આપવામાં નહીં આવે.

આયોજકોએ ન માત્ર ફાયર વિભાગ, પરંતુ પોલીસ, ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી પડશે. તેને લઈને મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે કહ્યું કે, ‘અમદાવાદ જેવા શહેરોમાં લાખો લોકો નવરાત્રિના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી આયોજકોએ આ SOPનો ફરજિયાત અમલ કરવાનો રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top