આખરે આજે ફાઈનલ: 14 ટીમ અને એમના 63 કેપ્ટન્સ જે પરાક્રમ નથી કરી શક્યા, એ આજે હાર્દિક પંડ્યા કરી

આખરે આજે ફાઈનલ: 14 ટીમ અને એમના 63 કેપ્ટન્સ જે પરાક્રમ નથી કરી શક્યા, એ આજે હાર્દિક પંડ્યા કરી શકશે?

05/29/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

આખરે આજે ફાઈનલ: 14 ટીમ અને એમના 63 કેપ્ટન્સ જે પરાક્રમ નથી કરી શક્યા, એ આજે હાર્દિક પંડ્યા કરી

CSK vs GT 2023 : ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2022થી જ T20 લીગમાં પ્રવેશ કરી રહી છે. ટીમે પ્રથમ સિઝનની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. IPL 2023ની વાત કરીએ તો, ટીમ ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ટાઈટલની રેસમાં સામેલ થઈ છે. હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે ઈતિહાસ રચ્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સને સતત બીજી સિઝનમાં ફાઇનલમાં જગ્યા અપાવી છે. IPL 2023ની ફાઇનલ 28 મે, રવિવારે ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની હતી. પણ વરસાદ પડી જતા એ મેચ હવે આજે, 29 મે સોમવારે રમાશે. જો ગુજરાતની ટીમ આ મેચ જીતી જશે તો પંડ્યા રેકોર્ડની બાબતમાં રોહિત શર્માથી એમએસ ધોનીથી આગળ નીકળી જશે.


આ અનોખો વિક્રમ કરી શકશે પંડ્યા?

આ અનોખો વિક્રમ કરી શકશે પંડ્યા?

IPL 2023માં કુલ 10 ટીમોએ એન્ટ્રી કરી છે. T20 લીગનો ઈતિહાસ તપાસતા સમજાશે કે કુલ 15 ટીમો મેદાનમાં ઉતરી છે. આ સિવાય 64 ખેલાડીઓએ ઓછામાં ઓછી એક મેચમાં કેપ્ટનશિપ કરી છે. આવી સ્થિતિમાં લખનૌ સુપર જાયન્ટ્સથી લઈને હાર્દિક પંડ્યા માટે રવિવારે મોટો રેકોર્ડ બનાવવાની તક છે. જો પંડ્યા ફાઈનલ જીતશે તો તે કેપ્ટન તરીકે ડેબ્યૂ કરતી વખતે સતત બે સિઝનમાં IPL ટાઈટલ જીતનાર પ્રથમ ખેલાડી બની જશે. ગુજરાત ટાઇટન્સ ટાઇટલ જીતતાંની સાથે જ અન્ય 14 ટીમોને પાછળ છોડી દેશે. 14 ટીમો પદાર્પણ કરતી વખતે સતત બે ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. ડેબ્યૂ કેપ્ટનની વાત કરીએ તો 2008માં શેન વોર્ને રાજસ્થાન રોયલ્સને લીગની પ્રથમ સિઝનનું ટાઇટલ અપાવ્યું હતું. આ સિવાય રોહિત શર્મા 2013માં પહેલીવાર કેપ્ટન બન્યો હતો અને તેણે મુંબઈને ચેમ્પિયન બનાવ્યું હતું. પરંતુ બીજી સિઝનમાં તે આવું કરી શક્યો નહોતો.


2 જ ટીમે નોંધાવ્યો છે વિક્રમ, પણ...

2 જ ટીમે નોંધાવ્યો છે વિક્રમ, પણ...

IPL ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર 2 ટીમો જ સતત 2 વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. ગુજરાત ટાઇટન્સ આમ કરનારી ત્રીજી ટીમ બની શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની કેપ્ટન્સીમાં 2010 અને 2011માં આ કર્યું હતું.  મુંબઈ ઇન્ડિયન્સ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2019 અને 2020 માં સતત 2 ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. પણ ધોની કે રોહિત માટે એ કેપ્ટન તરીકે ડેબ્યૂ નહોતું.

હાર્દિક પંડ્યાના રેકોર્ડની વાત કરીએ તો તેણે IPLમાં અત્યાર સુધી 30 મેચમાં કેપ્ટનશિપ કરી છે. ટીમ 22માં જીતી છે, જ્યારે 8માં હારી છે. IPL 2023 માં ટીમ 14 માંથી 10 મેચ જીતીને લીગ રાઉન્ડમાં ટોચ પર હતી. ટીમને ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સે હાર આપી હતી. આવી સ્થિતિમાં પંડ્યા પણ ફાઈનલમાં ધોનીની ટીમ પાસેથી બદલો લેવા ઈચ્છશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top