હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ સરકાર પર જ કરી દીધો કેસ, હવે શું કરશે રાષ્ટ્રપતિ?

હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ સરકાર પર જ કરી દીધો કેસ, હવે શું કરશે રાષ્ટ્રપતિ?

04/22/2025 World

SidhiKhabar

SidhiKhabar

હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ સરકાર પર જ કરી દીધો કેસ, હવે શું કરશે રાષ્ટ્રપતિ?

Harvard University Vs Donald Trump: અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે હવે મતભેદ સર્જાયો છે. સોમવારે, હાર્વર્ડ અમેરિકાની પહેલી યુનિવર્સિટી બની ગઈ છે, જેણે પોતાની સ્વતંત્રતાને લઈને ટ્રમ્પ પ્રશાસનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. યુનિવર્સિટીના વકીલોએ સોમવારે સરકારને પત્ર લખ્યો હતો, જેમાં કહેવામા આવ્યું છે કે, ‘યુનિવર્સિટી પોતાની સ્વતંત્રતા નહીં છોડે અને નહીં તો પોતાના બંધારણીય અધિકારોનો ત્યાગે. હાર્વર્ડ કે અન્ય કોઈ ખાનગી યુનિવર્સિટી પોતાને કેન્દ્રિય સરકાર દ્વારા કબજે કરવાની મંજૂરી નહીં આપી શકે.


ટ્રમ્પ પ્રશાસન હાર્વર્ડની ગ્રાન્ટ રોકવાની કરી હતી વાત

ટ્રમ્પ પ્રશાસન હાર્વર્ડની ગ્રાન્ટ રોકવાની કરી હતી વાત

ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે, તે હાર્વર્ડને આપવામાં આવતા 2.2 બિલિયન ડૉલરથી વધુની ગ્રાન્ટ અને 60 મિલિયન ડૉલરના કોન્ટ્રાક્ટને રોકી રહી છે. આ સાતમી વખત છે જ્યારે યુનિવર્સિટીના ભંડોળને રોકવામાં આવ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસને દેશની સૌથી પ્રતિષ્ઠિત કૉલેજોમાંથી એક હાર્વર્ડ પર રાજકીય એજન્ડાનું પાલન કરવા માટે દબાણ કરવાના પ્રયાસમાં આટલું કડક પગલું ભર્યું છે. 7 શાળાઓમાંથી 6 આઇવી લીગમાં છે


ટ્રમ્પ સામે ઝૂકવા તૈયાર નથી હાર્વર્ડ

ટ્રમ્પ સામે ઝૂકવા તૈયાર નથી હાર્વર્ડ

ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો અગાઉ જ હાર્વર્ડ યુનિવર્સિટીને ફેડરલ ફંડિંગ બંધ કરી દીધું છે અને યુનિવર્સિટીમાં થતી તમામ પ્રવૃત્તિઓ પર બાહ્ય રાજકીય સુપરવિઝન લાગૂ કરવાની વાત કરી છે. આ પાછળનું કારણ આપતાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસ યહૂદી વિરોધી ભાવનાનું કેમ્પ બની ગયું છે અને જો તેને રોકવામાં નહીં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ટ્રમ્પ સરકારે ધમકી આપેલી કે, યુનિવર્સિટીના બજેટમાં કાપ મૂકવામાં આવશે, તેનો કરમુક્ત દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવશે અને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને જોખમ થશે. પરંતુ ટ્રમ્પની આ ધમકીઓ સામે, હાર્વર્ડે પણ કડક વલણ અપનાવ્યું છે અને સરકારના નિર્ણય સામે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top