ટ્રંપ અને મસ્ક વચ્ચે છેડાઈ જંગ, રાષ્ટ્રપતિએ સરકારી કોન્ટ્રાક્ટ ખતમ કરવાની ધમકી આપી તો ટેસ્લાના CEOએ મહાભિયોગની છેડી ચર્ચા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે લાંબા સમયથી ચાલતી આવતી દોસ્તી હવે ખૂલીને દુશ્મનીમાં બદલાઈ ગઈ છે. ટ્રમ્પે સરકારી કોન્ટ્રાક્ટ અને સબસિડીઓ સમાપ્ત કરવાની ધમકી આપી હતી, તો મસકે વળતો પ્રહાર કરતાં ટ્રંપને પદ પરથી હટાવવા અને મહાભિયોગ સાથે જોડાયેલી પોસ્ટને સમર્થન આપીને નવી ચર્ચા છેડી દીધી છે. ટ્રંપની ધમકી બાદ મસ્કની કંપનીઓ જેમ કે ટેસ્લા અને સ્પેસએક્સને ઝટકો લાગી શકે શકે છે.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું હતું કે, આપણા બજેટમાંથી અબજો ડોલર બચાવવાનો સૌથી સરળ રસ્તો એલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાનો છે. મને હંમેશાં આશ્ચર્ય થતું હતું કે બાઈડેને આ પહેલા કેમ ન કર્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપ્યા બાદ મસ્કે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, SpaceX હવે પોતાના ડ્રેગન સ્પેસક્રાફ્ટને ડીકમિશન (બંધ) કરવાની શરૂઆત કરી દેશે. જો કે, એલોન મસ્કે ટ્રંપના નિવેદન પર એક શબ્દમાં વળતો પ્રહાર કરતા લખ્યું ‘Whatever’ એટલે કે જેવી તમારી મરજી’
વોલ સ્ટ્રીટમાં મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો આવ્યો. ટેસ્લાના શેર 14.3 ટકા ઘટ્યા અને કંપનીની માર્કેટ વેલ્યૂમાં લગભગ 150 બિલિયન ડોલરનો ઝટકો લાગ્યો, જે ટેસ્લાના ઇતિહાસની એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. શેર બજાર બંધ થયાની થોડી મિનિટો બાદ મસ્કે X પર એક પોસ્ટના જવાબમાં ‘Yes’ લખ્યું, જેમાં ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગની વાત કહેવામા આવી હતી.
ડ્રેગન સ્પેસએક્સના પ્રમુખ ક્રૂ અને કાર્ગો યાન છે, જેને NASA માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર મિશન મોકલવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ અમેરિકા તરફથી ISS સુધી માણસોને લઈ જનારી એકમાત્ર ખાનગી પ્રણાલી છે.
મસ્કના EV આદેશ ખતમ કર્યો તો તે પાગલ થઈ ગયો: ટ્રમ્પ
એક અન્ય પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે એલોન ચિડાવા લાગ્યો હતો એટલે મેં તેને જવા કહ્યું. મેં તેનું EV મેંડેટ પાછું લઈ લીધું, જેના કારણે બધાને ઇલેક્ટ્રિક કાર ખરીદવાની મજબૂર થવું પડ્યું હતું, જેને કોઈ ખરીદવા માગતું નહોતું. જોકે એલનને ઘણા સમય પહેલા ખબર હતી કે હું આ કરવાનો છું, અને તે પાગલ થઈ ગયો.
ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો શબ્દયુદ્ધ અહીં જ ન અટક્યું. મસ્કે પણ વ્યક્તિગત હુમલો કર્યો અને દાવો કર્યો કે ટ્રમ્પ મારા વિના ચૂંટણી હારી ગયા હોત. મેં તેમના પુનરાગમન માટે ઓછામાં ઓછા 250 મિલિયન ડોલર ખર્ચ્યા હતા અને હવે જુઓ કેટલું અહેસાન ફરમોશ વલણ. મસ્કે એ પણ યાદ અપાવ્યું કે તાજેતરમાં સુધી તેઓ વ્હાઇટ હાઉસના 'ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી' (DOGE)ના વડા હતા, જે સરકારી નકામા ખર્ચ પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp