કૂતરા અથવા કોઇ પાળતુ પ્રાણીના નામે વારસાઇ કેવી રીતે બને છે, શું તેના માટે કોઇ ખાસ નિયમ લાગૂ પડે

કૂતરા અથવા કોઇ પાળતુ પ્રાણીના નામે વારસાઇ કેવી રીતે બને છે, શું તેના માટે કોઇ ખાસ નિયમ લાગૂ પડે છે?

10/26/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

કૂતરા અથવા કોઇ પાળતુ પ્રાણીના નામે વારસાઇ કેવી રીતે બને છે, શું તેના માટે કોઇ ખાસ નિયમ લાગૂ પડે

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ફેલેથરોપિસ્ટ રતન ટાટાનું આ મહિને 9 ઓક્ટોબરે મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થઇ ગયું હતું. તેઓ દેશભરના લોકોમાં ખૂબ જ પ્રિય હતા. તેમના વિચારો અને તેમના કાર્યોથી લોકો પર ખૂબ પ્રભાવ પડ્યો. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત ભારતના ઘણા મહત્ત્વપૂર્ણ લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમના મૃત્યુ અગાઉ રતન ટાટાએ તેમની વારસાઇ પણ લખી હતી. જેમાં તેમણે પોતાના પાલતુ કૂતરા ટીટોનો પણ ઉલ્લેખ કર્યો હતો. શું ભારતમાં કૂતરાનું નામ વારસાઇમાં લખવા અંગેના કોઇ નિયમો છે? આવો અમે તમને જણાવીએ કે કેવી રીતે પાલતુ પ્રાણીના નામે વિલ બનાવવામાં આવે છે.


રતન ટાટાએ પોતાની વારસાઇમાં પોતાના પાલતુ કૂતરાનું નામ લખ્યું

રતન ટાટાએ પોતાની વારસાઇમાં પોતાના પાલતુ કૂતરાનું નામ લખ્યું

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમના મૃત્યુ અગાઉ પોતાની વારસાઇ છોડી હતી. આ વારસાઇમાં તેમણે પોતાના પાલતુ જર્મન શેફર્ડ કૂતરા ટીટોનું નામ પણ લખ્યું હતું. એટલે કે રતન ટાટા પોતાની વારસાઇમાં તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે તેમના કૂતરાનું ધ્યાન કોણ રાખશે? રતન ટાટાએ તેમના પાળતુ કૂતરા ટીટોને બિનશરતી પ્રેમ આપવાની વાત વિલમાં કહી છે. વારસાઇનામા અનુસાર, તેમના કૂતરાનું લાંબા સમય સુધી તેમનો રસોઇયો રાજન શૉ દેખરેખ કરશે.


પાળતુ પ્રાણીઓ સંબંધી વારસાઇના નિયમો?

પાળતુ પ્રાણીઓ સંબંધી વારસાઇના નિયમો?

જો કોઇ વ્યક્તિ પોતાના પાળતુને ખૂબ પ્રેમ કરે છે અને તે પોતાના બાદ તેની સંભાળ રાખવા માટે તેના નામે મિલકત છોડવા માગે છે. તો ભારતમાં આવું કરવું શક્ય નથી. કાયદો તેને મંજૂરી આપતો નથી. પાળતુ પ્રાણીના નામે કે ટ્રસ્ટ બનાવીને કોઇ મિલકત સીધી ટ્રાન્સફર નહીં કરી શકાય. ભારતીય કાયદા અનુસાર, પાળતુ પ્રાણીને લાભાર્થી બનાવીને ટ્રસ્ટ બનાવવું શક્ય નથી. કારણ કે પાલતુ પ્રાણીને એવી વ્યક્તિ ગણવામાં આવતી નથી જે અન્ય વ્યક્તિની મિલકતનો વારસો મેળવી શકે.


પાલતુ શ્વાન વ્યક્તિગત મિલકત છે

પાલતુ શ્વાન વ્યક્તિગત મિલકત છે

ભારતીય કાયદા અનુસાર, પાળતુ પ્રાણીઓને વ્યક્તિગત મિલકત ગણવામાં આવે છે અને જ્યારે કોઇ વસ્તુ પહેલાથી જ એક મિલકત છે, ત્યારે તેને બીજી મિલકત પર અધિકાર હોઇ શકે નહીં. જો આપણે ટ્રસ્ટ બનાવીને મિલકતના નામકરણની વાત કરીએ તો તે પણ શક્ય નથી. કારણ કે ટ્રસ્ટના કાયદામાં એ જરૂરી હોય છે કે ટ્રસ્ટના લાભાર્થીઓને ટ્રસ્ટી સામે તેનો અમલ કરાવવાનો અધિકાર હોવો જોઇએ. કારણ કે પાલતુ પ્રાણીઓને કોર્ટમાં લાવી શકાતા નથી. તેથી તે ટ્રસ્ટ ડીડની શરતોને પૂર્ણ કરી શકતા નથી.  તમને જણાવી દઇએ કે આ માહિતી સાયરિલ અમરચંદ મંગળદાસની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top