શરમ નથી આવતી, કેટલા નીચે જશો' નીતિશ કુમારની 'ગંદી વાત' પર PM મોદીનો મોટો હુમલો!

શરમ નથી આવતી, કેટલા નીચે જશો' નીતિશ કુમારની 'ગંદી વાત' પર PM મોદીનો મોટો હુમલો!

11/08/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

શરમ નથી આવતી, કેટલા નીચે જશો' નીતિશ કુમારની 'ગંદી વાત' પર PM મોદીનો મોટો હુમલો!

નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર.....તેને....કરી દો. તેમાં વસતી ઘટી રહી છે. નીતિશ કુમારે જ્યારે આવી વાતો કરી ત્યારે વિધાનસભામાં મહિલાઓ ધારાસભ્યો અસહજ સ્થિતિમાં જોવા મળી હતી. કેટલીક ગુસ્સે પણ ભરાઈ હતી તો બીજા કેટલાક ધારાસભ્યો હસતા દેખાયા હતા.


શું બોલ્યાં પીએમ મોદી ...

શું બોલ્યાં પીએમ મોદી ...

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાનસભામાં યૌન સંબંધ પર પોતાની ટિપ્પણીને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. માફી માગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમના પર પ્રહારો કરી રહી છે. બિહાર વિધાનસભામાં થયેલા હોબાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શું આવા નેતાઓ માતા અને બહેનોનું ભલું કરી શકે છે? એમપીના ગુનામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ નામ લીધા વગર નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, "જે લોકો દેશની વર્તમાન સરકારને ઉથલાવવા માટે વિવિધ રમતો રમી રહેલાં INDIA Allianceના ઝંડા સાથે ફરી રહ્યાં છે, તેઓ વિધાનસભામાં આવી ભાષામાં વાત કરે તેવી કોઇ કલ્પના પણ ન કરી શકે જેમાં માતા-બહેનો પણ હાજર હતી. તેમને આવું કહેતા શરમ નથી આવતી.


વિપક્ષી પાર્ટીઓની ચુપ્પી પર પીએમ મોદીના પ્રહાર

વિપક્ષી પાર્ટીઓની ચુપ્પી પર પીએમ મોદીના પ્રહાર

નીતિશના આ નિવેદન પર કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓની ચુપ્પી પર પણ પીએમ મોદીએ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મહિલાઓના અપમાન પર એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી. ઈન્ડીયા ગઠબંધનનો એક પણ નેતા આપણી માતાઓ અને બહેનોના ભયંકર અપમાન સામે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. માતા અને બહેનો પ્રત્યે આ વલણ ધરાવતા લોકો શું તમે તમારું ભલું કરી શકો છો અને તમારું સન્માન કરી શકો છો? શું તે તમારો આદર કરી શકે છે, શું તે તમને ગર્વ આપી શકે છે? આ દેશનું કેવું દુર્ભાગ્ય છે. તેઓ કેટલી હદ સુધી નીચે જશે. પીએમે એમ પણ કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે.


ભાજપ ધારાસભ્યોએ સીએમને ઘેર્યાં

ભાજપ ધારાસભ્યોએ સીએમને ઘેર્યાં

નીતીશના નિવેદન પર ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ભાજપના નેતા તારકિશોર પ્રસાદે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત વધુ સારી રીતે કહી શક્યા હોત. ભાજપના ધારાસભ્ય નિક્કી હેમબ્રામે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત સન્માનજનક રીતે કહી શક્યા હોત. તેમનો સ્ત્રીઓ પ્રત્યે આદર દેખાતો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top