આ દેશમાં 14 કલાકમાં 800 અને ઓક્ટોબરથી અત્યાર સુધી 2400 ભૂકંપના ઝટકા, લોકોમાં ડર
ભૂકંપનો એક જ ઝટકો લોકોમાં ડર લાવવામાં પૂરતો હોય છે. વિચારો જો ક્યાંક ભૂકંપના 800 ઝટકા આવી જાય અને એ પણ માત્ર 14 કલાકની અંદર, તો ત્યાંના લોકોની શું મનોદશા હશે. કંઈક એવું જ થયું આઇસલેન્ડમાં, જ્યાં શુક્રવારે કંઈક આ જ સિલસિલેવાર અંદાજમાં ભૂકંપ આવ્યો. આ ભૂકંપને અહીં જ્વાળામુખીની અસર બતાવવામાં આવી રહી છે, જેણે દેશના દક્ષિણ-પશ્ચિમી હિસ્સાના હલાવી દીધો. સિવિલ પ્રોટેક્શન અને ઇમરજન્સી મેનેજમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે, નેશનલ પોલીસ ચીફે ઇમરજન્સી જાહેર કરી છે.
પ્રશાસને કહ્યું કે, હાલમાં જે ભૂકંપના ઝટકા આવી રહ્યા છે, તેનાથી પણ મોટા ભૂકંપ આવી શકે છે. આઈસલેન્ડિક મેટ ઓફિસ (IMO)એ પણ તેને લઈને ચેતવણી જાહેર કરી છે. એ મુજબ, થોડા દિવસોમાં ફરી ભૂકંપનો ઝટકો આવી શકે છે. જે વિલેજ ઓફ ગ્રિંડવિક લગભગ 3 કિલોમીટરના દાયરામાં ફેલાયેલો છે. અહી 4,000 લોકો રહે છે. અહી ઝટકા એટલા જોરદાર હતા કે 40 કિલોમીટર દૂર રાજધાની રેક્જાવિક સુધી અનુભવાયા. તેના કારણે દેશના દક્ષિણી હિસ્સામાં બારીઓ અને ઘરમાં રાખેલી વસ્તુઓ પણ તૂટી ગઈ. IMOના શરૂઆતી આંકડાઓ મુજબ, તેમાં સૌથી મોટો ઝટકો 5.2 મેગ્નિટ્યૂટનો હતો.
The earthquakes in Grindavik have been so strong.I think the biggest one today was of 5.2 magnitude. A lot of people have fled the town. There are evacuation plans in place in case of eruption.#icelandearthquakes #grindavik #earthquake #iceland #Sismo pic.twitter.com/d5JeQMIGmT — Shadab Javed (@JShadab1) November 11, 2023
The earthquakes in Grindavik have been so strong.I think the biggest one today was of 5.2 magnitude. A lot of people have fled the town. There are evacuation plans in place in case of eruption.#icelandearthquakes #grindavik #earthquake #iceland #Sismo pic.twitter.com/d5JeQMIGmT
પોલીસે ભૂકંપના ઝટકાઓના કારણે એક રોડને શુક્રવારે બંધ કરી દીધો. IMO મુજબ ગત ઓક્ટોબરથી અત્યાર સુધી અહી 2,400 ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. તેમાંથી 800 ઝટકા તો શુક્રવારે અડધી રાત વચ્ચે નોંધાયા. કહેવામાં આવે છે કે આ બધાનું કેન્દ્ર જમીનથી લગભગ 5 કિલોમીટર અંદર હતું. ભૂકંપ આવ્યા બાદ ગ્રિંડાવિકમાં ઇમરજન્સી શેલ્ટર્સ અને હેલ્પ સેન્ટર્સ ખોલી દેવામાં આવ્યા હતા. તેનું ઉદ્દેશ્ય પ્રભાવિતોને મદદ ઉપલબ્ધ કરાવવાનું છે. ગ્રિંડાવિકમાં ઘણી હોટલો અને ટૂરિસ્ટ સ્પોર્ટસને ભૂકંપની ચેતવણીને ધ્યાનમાં લઈને બંધ કરી દેવામાં આવ્યા છે. અહી ઘણા સક્રિય જ્વાળામુખી છે, જેના કારણે આ વિસ્તાર ખૂબ નાજુક સ્થિતિમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp