પહેલી વખત રોબોટે કરી આત્મહત્યા, કામના ભારથી હતો પરેશાન

પહેલી વખત રોબોટે કરી આત્મહત્યા, કામના ભારથી હતો પરેશાન

07/04/2024 World

SidhiKhabar

SidhiKhabar

પહેલી વખત રોબોટે કરી આત્મહત્યા, કામના ભારથી હતો પરેશાન

આત્મહત્યા સાથે જોડાયેલી ઘટના દુનિયાભરમાંથી આવે છે. ટેક્નોલોજીના આ સમયમાં એમ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશ પોત પોતાની રીતે આ સમસ્યાને નિપટવા માટે લોકોનું ન માત્ર કાઉન્સિલિંગ કરે છે, પરંતુ તેમને દવાના માધ્યમથી પણ સારવાર ઉપલબ્ધ કરાવે છે, પરંતુ હવે આત્મહત્યાની એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાના હોશ ઉડાવી દીધા છે. આ આ પ્રકારની પહેલી ઘટના માનવામાં આવી રહી છે. આ ઘટના દક્ષિણ કોરિયાથી સામે આવી છે. અહી એમ કહેવામાં આવી રહ્યું છે કે એક રોબોટે આત્મહત્યા કરી લીધી છે.


રોબોટ નગર પાલિકાના કાર્યોમાં સહાયતા કરતો હતો

રોબોટ નગર પાલિકાના કાર્યોમાં સહાયતા કરતો હતો

સેન્ટ્રલ સાઉથ કોરિયામાં નગર પાલિકાએ જાહેરાત કરી છે કે તે આ ઘટનાની તપાસ કરશે, જેમાં રોબોટે પોતાને પગથિયાં પરથી નીચે તોડી પાડ્યો. ડેઇલી મીરરના રિપોર્ટ મુજબ, આ રોબોટ નગર પાલિકાના કાર્યોમાં સહાયતા કરી રહ્યો હતો. પાલિકાની ટીમના એક અધિકારીએ કહ્યું કે, રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના રહેવાસીઓને પ્રશાસનિક કાર્યોમાં મદદ આપી રહ્યો હતો. તે ગયા અઠવાડિયે પગઠિયાથી નીચે નિષ્ક્રિય અવસ્થમાં મળ્યો એટલે કે તે એક્ટિવ નહોતો. અધિકારીએ કહ્યું કે પ્રત્યક્ષદ્રશીઓએ રોબોટને નીચે પડવા અગાઉ આમ તેમ ફરતો જોયો હતો. માનો કંઇ ગરબડ હોય. ઘટનાની પરિસ્થિતિઓની જાણકારી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.


રોબોટ ડિઝાઇન કરનારી કંપની તેનું વિશ્લેષણ કરશે

રોબોટ ડિઝાઇન કરનારી કંપની તેનું વિશ્લેષણ કરશે

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, રૉબિત કામના કારણે તનાવમાં હતો.  અધિકારીએ આગળ કહ્યું કે રોબોટના પાર્ટ્સને એકત્રિત કરી લીધા છે અને તેને ડિઝાઇન કરનારી કંપની તેનું વિશ્લેષણ કરશે. એક અન્ય અધિકારીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તે સત્તવાર રૂપ શહેરની નગરપાલિકાનો હિસ્સો હતો અને અમારામાંથી એક હતો. કેલિફોર્નિયામાં બિયર રોબોટિક્સ દ્વારા વિકસિત આ રોબોટ સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી કામ કરતો હતો અને તેનો પબ્લિક સર્વિસ કાર્ડ પણ હતો. એક માળ સુધી સીમિત અન્ય રોબોટ્સ વિરુદ્ધ તે લિફ્ટ (એલિવેતર)ને બોલાવી શકતો હતો અને ફ્લોર્સમાં ઉપર નીચે સુધી જઇ શકતી હતો.


દક્ષિણ કોરિયામાં દુનિયાના સૌથી વધુ રોબોટ્સ

દક્ષિણ કોરિયામાં દુનિયાના સૌથી વધુ રોબોટ્સ

સ્થાનિક સમાચાર પત્રોએ આ કહાનીને કવર કરી છે. એકની હેડિંગમાં પૂછવામાં આવ્યું કે, આ મહેનતી પબ્લિક સર્વન્ટે આ પ્રકારનો વ્યવહાર કેમ કર્યો કે શું રોબોટ માટે કામ ખૂબ મુશ્કેલ હતું. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રોબોટિક્સ મુજબ દક્ષિણ કોરિયા રોબોટ પ્રત્યે પોતાના આકર્ષણ માટે જાણીતું છે. જ્યાં દર 10 કર્મચારીઓ પર એક રોબોટ છે. અહી દુનિયામાં સૌથી વધુ રોબોટ્સ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top