ફરી ચર્ચામાં આવી ભારત- પાકિસ્તાનની મેચ, BCCI સચિવનું એશિયા કપ પર ખૂબ મોટું નિવેદન, જાણો શું કહ્

ફરી ચર્ચામાં આવી ભારત- પાકિસ્તાનની મેચ, BCCI સચિવનું એશિયા કપ પર ખૂબ મોટું નિવેદન, જાણો શું કહ્યું

09/06/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ફરી ચર્ચામાં આવી ભારત- પાકિસ્તાનની મેચ, BCCI સચિવનું એશિયા કપ પર ખૂબ મોટું નિવેદન, જાણો શું કહ્

જ્યારથી એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે, ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરે રમાવાની છે, જેના કારણે ભારતીય સંસદમાં પણ હોબાળો મચી ગયો છે. હવે BCCI સચિવ દેવજીત સૈકિયાએ વિવાદો વચ્ચે રમાનારી આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. સૈકિયા સ્પષ્ટપણે કહે છે કે તેઓ સરકારના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે.


BCCI સચિવ દેવજીત સૈકિયાએ શું કહ્યું?

BCCI સચિવ દેવજીત સૈકિયાએ શું કહ્યું?

સમાચાર એજન્સી PTI સાથેની વાતચીત દરમિયાન, દેવજીત સૈકિયાએ કહ્યું કે, BCCIનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે અમે ભારત સરકારના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભારત સરકારે આ અંગે એક નીતિ બનાવી છે, જેનું અમારે પાલન કરવું પડશે. અમને આ નીતિનું પાલન કરવામાં પણ કોઈ ખચકાટ નથી.


BCCIની પણ આકરી ટીકા થઈ હતી.

BCCIની પણ આકરી ટીકા થઈ હતી.

તે 22 એપ્રિલની તારીખ હતી, જ્યારે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યા. ત્યારથી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ બગડ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાને કારણે, સમગ્ર દેશમાં પાકિસ્તાન સાથે મેચ રમવાનો વિરોધ થયો હતો.

 એશિયા કપ 2025ની મેજબાની BCCI એટલે કે ભારત પાસે હતી . મેચ ભારતમાં રમવાની હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અગાઉ, ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ વચ્ચે આગામી મેચો ન્યુટ્રલ વેન્યુ પર કરાવવા માટે એક કરાર થયો હતો. એટલે જ્યારે BCCI એશિયા કપ મેચો UAEમાં કરાવવા માટે સહમત થયું, ત્યારે તે નિર્ણયની પણ ભારે ટીકા થઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top