નોકરી રાખવાની ના પાડી આત્મહત્યા કરી હતી.

19 વર્ષની તરુણી કાયમ પુરુષ જેવા વસ્ત્રો પહેરતી અને પુરુષની જેમ જ રહેતી, પણ નોકરીના ચક્કરમાં ફાંસો ખાધો!

02/14/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નોકરી રાખવાની ના પાડી આત્મહત્યા કરી હતી.

સુરતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થતો હોય એવું દેખાઈ રહ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી અને હંમેશાં છોકરાની જેમ રહેવાની આદત ધરાવતી યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ યુવતી વનિતાને છોકરાને જેમ જ કપડાં પહેરવાનો શોખ હતો અને તે હંમેશા જ એ રીતે જ રહેતી હતી


એવું કહેવામાં આવી રહ્યું છે કે કારખાનામાં કામ પર જવાની હતી પરંતુ કોઈ કારણસર નોકરી રાખવાની ના પાડી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે આ વાતનું માઠું લાગી જતા તેણીએ આત્મહત્યા કરી હતી.


પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પાંડેસરાના આશાપુરી સોસાયટીમાં વનિતા નરેશ નાયક પોતાના પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં દાદા-દાદી, મોટી બહેન અને નાનો ભાઈ હતો. તેના પિતાનું પહેલા જ અવસાન થઈ ગયું હતું. રવિવારે બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન વનીતાએ પોતાના રૂમમાં જઈ રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વનિતા છેલ્લા કેટલાક મહિનાથી વરાછામાં ડાયમંડ ક્લાસમાં હીરાનું લગતું કામ શીખવા જઈ રહી હતી રવિવાર તેના ક્લાસ નો છેલ્લો દિવસ હતો. ત્યારબાદ તે હીરાના કારખાનામાં નોકરી માટે જવાની હતી પરંતુ કારખાનામાં તેને નોકરી પર રાખવાની ના પાડી દીધી હતી તેથી તેની આત્મહત્યા કર્યું હોવાનું કહેવામાં આવ્યું રહ્યું છે. જોકે આ બાબતે હજી પોલીસે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top