ભારતે જડબાતોડ જવાબ આપતા ટ્રુડોના સૂર એકદમથી બદાલાયા! મોદી સરકારનું કડક વલણ જોઈ કહ્યું, "ભારત સાથે...
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. આ વિવાદમાં ભારતે 'ટિટ-ફોર-ટાટ પોલિસી' હેઠળ કેનેડાને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. એવામાં હવે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ હાલ એક નિવેદનમાં કહ્યું કે 'ભારત સાથે સંબંધો જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે.'
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારત સાથે સંબંધો જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. ટ્રુડોએ કહ્યું કે 'કેનેડાની સરકાર ભારત સાથેના ગાઢ સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે અને અમે સંબંધોને જાળવી રાખવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. ભારત એક વિકસતી આર્થિક શક્તિ છે અને કેનેડા ઈચ્છે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા જેવા સારા અને મજબૂત બની રહે.'
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે વિશ્વ મંચ પર ભારતના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને કેનેડા અને તેના સહયોગીઓ રચનાત્મક અને ગંભીરતાથી તેની સાથે જોડાયેલા રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, “ભારત એક વધતી જતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય શક્તિ છે. અને જેમ કે અમે ગયા વર્ષે અમારી ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના રજૂ કરી હતી, અમે ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે ખૂબ જ ગંભીર છીએ. સ્વાભાવિક રીતે, કાયદાનું શાસન ધરાવનાર દેશ તરીકે, અમારે એ વાત પર ભાર મૂકવાની જરૂર છે કે ભારતે કેનેડા સાથે કામ કરવાની જરૂર છે જેથી કરીને અમને આ કિસ્સામાં સંપૂર્ણ તથ્યો મળે."
જણાવી દઈએ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોના આરોપો પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જોકે, ભારતે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને તેમને વાહિયાત ગણાવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp