ભારતના આ ગામમાં કાયદો અને બંધારણ પણ પોતાનું..! ગામમાં જ અદાલત અને સંસદ..! ત્યાં ની ભાષા પણ..' જાણો વિગત
ભારતનું બંધારણ અને કાયદા દેશના દરેક વ્યક્તિ અને દરેક રાજ્યને લાગુ પડે છે. આપણા દેશમાં એક એવું ગામ પણ છે જ્યાં પોતાનું બંધારણ અને કાયદા છે. આ લેખમાં અમે તમને આ રસપ્રદ ગામ વિશે જણાવીશું. આ ગામ હિમાચલ પ્રદેશમાં આવેલું છે, જેનું નામ મલાણા છે. આ ગામ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના દૂરના વિસ્તારમાં આવેલું છે. અહીં પહોંચવા માટે કુલ્લુથી 45 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ માટે મલાણા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ થઈને કસોલ થઈને મણિકરણ માર્ગે જઈ શકાય છે. જો કે, અહીં પહોંચવું સરળ નથી.હિમાચલ ટ્રાન્સપોર્ટની માત્ર એક જ બસ આ ગામમાં જાય છે, જે કુલ્લુથી બપોરે 3 વાગ્યે ઉપડે છે.
હિમાચલ પ્રદેશના આ ગામની પોતાની કોર્ટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગામની પોતાની સંસદ પણ છે, જેમાં બે ગૃહો છે, જ્યોતાંગ (ઉપલું ગૃહ) અને કનિષ્ઠાંગ (નીચલું ગૃહ). જ્યેષ્ટાંગ સદનમાં કુલ 11 સભ્યો છે, જેમાંથી ત્રણ કાયમી સભ્ય છે. બાકીના આઠ સભ્યો ગ્રામજનો દ્વારા મતદાન દ્વારા ચૂંટાય છે. આ ઉપરાંત કનિષ્ઠાંગ સદનમાં ગામના દરેક ઘરમાંથી એક સભ્ય પ્રતિનિધિ છે. આ ગામમાં સંસદ ભવન સ્વરૂપે એક ઐતિહાસિક ચૌપાલ છે, જ્યાં તમામ વિવાદોના નિરાકરણ થાય છે.
મલાણા ગામના નિયમો અને ભાષા પણ રહસ્યમય છે. આ ગામની મુલાકાતે આવનાર કોઈપણ પ્રવાસી અહીં રહી શકતો નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ પ્રવાસી આ ગામની મુલાકાતે આવે તો તેને ગામની બહાર તંબુમાં રહેવું પડે છે. આ સિવાય આ ગામમાં કોઈપણ ઘર કે બહારની દિવાલને સ્પર્શ કરવાની મનાઈ છે. જો કોઈ ભૂલથી પણ આવું કરે તો તેને દંડ ભરવો પડે છે. અહીં કાનાશી ભાષા બોલાય છે. જે એકદમ રહસ્યમય છે. હકીકતમાં આ કાનાશી ભાષા આ ગામ સિવાય વિશ્વમાં ક્યાંય બોલાતી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp