જોશીમઠ માટે ISROએ કર્યો ચોંકાવનારો ખુલાસો! સેટેલાઈટથી શરૂ કર્યું નિરીક્ષણ, જાણો શું કહ્યું?

જોશીમઠ માટે ISROએ કર્યો ચોંકાવનારો ખુલાસો! સેટેલાઈટથી શરૂ કર્યું નિરીક્ષણ, જાણો શું કહ્યું?

01/13/2023 National

SidhiKhabar

SidhiKhabar

જોશીમઠ માટે ISROએ કર્યો ચોંકાવનારો ખુલાસો! સેટેલાઈટથી શરૂ કર્યું નિરીક્ષણ, જાણો શું કહ્યું?

નેશનલ ડેસ્ક : છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોની હેડલાઇનમાં રહેલા જોશીમઠને લઈ હવે ઇસરો(ISRO)એ તેના સેટેલાઇટથી નિરીક્ષણ કર્યું છે. જોકે આ નિરીક્ષણમાં ચિંતા અને ચોંકાવનારી વાત સામે આવી છે. સેટેલાઇટ દ્વારા દર્શાવવામાં આવેલી પરિસ્થિતિ મુજબ આખું જોશીમઠ શહેર પડી ભાંગશે. તમે અહી દર્શાવેલ ફોટામાં જોઈ શકો છો કે, આખું જોશીમઠ શહેર પીળા વર્તુળની અંદર છે. આમાં સેનાના હેલિપેડ અને નરસિંહ મંદિરને ચિહ્નિત કરવામાં આવ્યા છે.


NRSC એ એક રિપોર્ટ જાહેર કર્યો

NRSC એ એક રિપોર્ટ જાહેર કર્યો

ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એટલે કે NRSC એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ જાહેર થતાંજ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. જોકે કદાચ તેના આધારે જ રાજ્ય સરકાર લોકોને જોખમી ક્ષેત્રમાંથી બહાર કાઢી રહી છે. વાત જાણે એમ છે કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આખું જોશીમઠ શહેર પડી ભાંગશે.


જાણો શું છે આ NRSC નો ચોંકાવનારો રિપોર્ટ ?

જાણો શું છે આ NRSC નો ચોંકાવનારો રિપોર્ટ ?

છેલ્લા કેટલાક દિવસોથી જોશીમઠમાં જમીન ધસી જવા અને તિરાડો પડવાની માહિતી મળી રહી છે. 700થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ છે. રસ્તાઓ, હોસ્પિટલો, હોટલોમાં પણ તિરાડ પડી રહી છે. ISRO એ સેન્ટીનેલ-1 SAR ઈમેજરી પર પ્રક્રિયા કરી છે. આને DINSAR ટેકનિક કહેવામાં આવે છે. આ બતાવે છે કે, જોશીમઠનો કયો અને કેટલો મોટો વિસ્તાર ટૂંક સમયમાં અથવા નજીકના ભવિષ્યમાં ડૂબી શકે છે. ઈસરોએ કાર્ટોસેટ-2એસ ઉપગ્રહથી 7 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન જોશીમઠની તસવીરો લીધી હતી. ત્યારે જ ખબર પડી કે કયો વિસ્તાર ડૂબી શકે છે અથવા પતનની આરે છે.


શું કહ્યું ઇસરો એ ?

શું કહ્યું ઇસરો એ ?

ઈસરો એ જણાવ્યું કે, એપ્રિલથી નવેમ્બર 2022 સુધી જમીન ધસી જવાનો મામલો ધીમો હતો. જોશીમઠ આ સાત મહિનામાં -8.9 સેમી ધસી ગયું છે. પરંતુ 27 ડિસેમ્બર 2022 થી 8 જાન્યુઆરી 2023

સુધીના 12 દિવસમાં જમીનમાં ઘટાડો થવાની તીવ્રતા વધીને -5.4 સે.મી. એટલે કે તે ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યો છે. તમે  ચિત્રમાં જોશો કે, લાલ રંગના પટ્ટાઓ રસ્તાઓ છે અને વાદળી રંગની પૃષ્ઠભૂમિ જોશીમઠ શહેર હેઠળની ડ્રેનેજ સિસ્ટમ છે. તે કુદરતી અને માનવસર્જિત બંને હોઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top