આમાં પણ રાજનીતિ કરવાની? તહવ્વુર રાણાને ભારત લવાયો તો કન્હૈયા કુમારને લાગ્યું મરચું; કોંગ્રેસ નેતા બોલ્યા- ‘આ ભાજપની..’
Kanhaiya Kumar on Tahawwur Rana: ગઇકાલે 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો. તેને ભારત લાવવા માટે ભારતને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ તેના પર પણ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરેક વાતે કંઈ રાજનીતિ કરવાની ન હોય, કોઈક સારા કામ થતા હોય તો તેના વખાણ કરતા પણ શીખવું પડે, પરંતુ આટલી ગંદી રાજનીતિ કોઈ પણ નેતાએ ન જ કરવી જોઇએ. કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લાવવા માટે ભારત સરકારને મળેલી સફળતાથી પેટમાં દુઃખ્યું હોય તેમ લાગી રહ્યું છે.
કન્હૈયાએ કહ્યું કે, 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ ભાજપની સમજી-વિચારેલી એક ચાલ છે. રાણાના પ્રત્યાર્પણનો હેતુ તેમની 'નિષ્ફળતાઓ' પરથી લોકોનું ધ્યાન હટાવવાનો છે. કન્હૈયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દાવાને પણ ફગાવી દીધા, જેમાં રાણાના પ્રત્યાર્પણને નરેન્દ્ર મોદી સરકારની 'કૂટનીતિક જીત' બતાવવામાં આવી હતી.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયાએ કલમ 370નો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપના નેતાઓના નિવેદનો બધાને યાદ હશે. તેઓ કહેતા હતા કે કલમ 370 હટાવ્યા બાદ, બિહાર અને દેશના અન્ય ભાગોના લોકો કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. મને એક પણ વ્યક્તિ બતાવો જેણે અત્યાર સુધી ત્યાં મિલકત ખરીદી હોય. કન્હૈયા હાલમાં બિહારમાં ‘પલાયન રોકો, નોકરી આપો પદયાત્રા' દ્વારા બેરોજગારી અને સ્થળાંતર જેવા મુદ્દાઓ પર જનમત એકત્રિત કરી રહ્યા છે. તેમના રાજ્યવ્યાપી પ્રવાસ દરમિયાન, તેઓ સતત સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
તહવ્વુર રાણા પર નિવેદન આપીને ક્યાંક કન્હૈયાં કુમાર પોતાના પગ પર જ તો કુહાડી નથી મારી રહ્યા ને? આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થવાની છે અને જો ભાજપ કન્હૈયા કુમારની આ વાત જોરશોરથી ઉઠાવીને કોંગ્રેસ પર પ્રહાર કરીને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે, જેથી કોંગ્રેસને બિહારમાં નુકસાન થઈ શકે છે. પરંતુ દરેક વાત પર રાજનીતિ ન કરવાની હોય અને શું તહવ્વુર રાણાને ભારત લાવવા પર કન્હૈયાં કુમાર ખુશ નથી? એ વાત તેણે સ્પષ્ટ કરી દેવી જોઇએ. અને સારી વાત હોય તો બધાએ તે સ્વીકારવી પણ જોઇયે. ભલે તો કોંગ્રેસ સરકારની સફળતા હોય કે ભાજપ સરકારની. દરેક વાતની વતેસર ન કરવાનું હોય. આ ભારત સરકારની જીત છે ન કે કોઇ પાર્ટીની અંગત સફળતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp