રાહતના સમાચાર : માત્ર 5-10 ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે, આજે ગઈકાલ કરતા ઓછા કેસ

રાહતના સમાચાર : માત્ર 5-10 ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે, આજે ગઈકાલ કરતા ઓછા કેસ

01/11/2022 National

SidhiKhabar

SidhiKhabar

રાહતના સમાચાર : માત્ર 5-10 ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે, આજે ગઈકાલ કરતા ઓછા કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ભલે ઝડપથી વધી રહ્યા હોય પરંતુ એક સારી બાબત એ છે કે હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય તેવા દર્દીઓની સંખ્યા બહુ ઓછી છે તેમજ ઓક્સિજન કે બેડ માટે એવો માહોલ નથી જેવો બીજી લહેર દરમિયાન હતો. કેન્દ્ર સરકારે જાણકારી આપતા કહ્યું કે, માત્ર પાંચથી દસ ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે આ વખતે સારવાર લઇ રહ્યા હોય તેવા માત્ર પાંચથી દસ ટકા દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી રહી છે. જોકે, પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે જેના કારણે રાજ્યો ઘરમાં ક્વોરન્ટાઈન કે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ ઉપર નજર રાખે તે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન 20-23 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હતી.

તેમણે આગળ કહ્યું કે, દેશના વિવિધ ભાગોમાં કોરોનાનાં નવા સ્વરૂપ ઓમિક્રોનનાં કારણે નવા કેસ વધ્યા છે. આ સ્થિતિમાં કોવિડ મેનેજમેન્ટ માટે માનવ સંસાધન અને ખાસ કરીને સ્વાસ્થ્ય કર્મચારીઓની સંખ્યા વધારવાની જરૂરિયાત છે. 

તેમણે લખ્યું કે સારવાર હેઠળના દર્દીઓની કુલ સંખ્યા, ઘરોમાં આઈસોલેટ દર્દીઓની સંખ્યા, હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા, ઓક્સિજન-ICU બેડ, લાઈફ સપોર્ટિંગ સિસ્ટમની જરૂરિયાત વગેરે ઉપર દરરોજ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ મોનીટરીંગના આધારે આરોગ્યકર્મીઓની જરૂરિયાત અને હોસ્પિટલમાં તેમની ઉપલબ્ધતાની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે તે જરૂરી છે.

24 કલાકમાં નવા 1 લાખ 68 હજાર કેસ

બીજી તરફ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,68,063 નવા કેસ નોંધાયા હતા. જે કેસ સોમવારથી 6.5 ટકા જેટલા ઓછા છે. સોમવારે દેશમાં કોરોનાનાં 1.79 કેસ નોંધાયા હતા. દેશમાં સૌથી વધુ કેસ મામલે મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે 33,470 અને દિલ્હીમાં 19,166 કેસ નોંધાયા હતા. 

કોરોનાથી મૃત્યુ મામલે કેરળ આગળ છે. 24 કલાકમાં સૌથી વધુ મૃત્યુ કેરળમાં (166) નોંધાયા હતા. બીજા ક્રમે દિલ્હીમાં 17 મોત નોંધાયા હતા. દેશમાં રવિવારે 69,959 લોકો સાજા થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 3,45,70,131 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top