‘શાંતિથી જીવો, રોટલી ખાવ.. નહિતર મારી ગોળી તો છે જ’, ભુજથી પાકિસ્તાન પર વરસ્યા PM મોદી
PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન ભુજમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે પાકિસ્તાનના લોકોને સંદેશ આપતા કહ્યું કે પાકિસ્તાનના લોકો જ તેને આતંકવાદથી મુક્ત કરી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, તમે લોકો ક્યાં છો? સાથે જ તેમણે ‘ઓપરેશન સિંદૂર’ પર કહ્યું કે ભારતે એવો હુમલો કર્યો કે થોડા જ કલાકોમાં જ પાકિસ્તાની સેના સફેદ ઝંડો દેખાડવા લાગી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જ્યારે તેમના ડ્રોન આવ્યા, ત્યારે તેઓ આંખના પલકારામાં એક બાદ એક પડવા લાગ્યા. ભારતે પાકિસ્તાનના એરબેઝ, લશ્કરી છાવણીને તબાહ કરી દીધા. દુનિયા હેરાન રહી ગઈ. પાકિસ્તાન કાંપી રહ્યું હતું. અમે પાકિસ્તાનના હુમલાનો એટલી તાકતથી જવાબ આપ્યો કે તેમની બધી એરસ્પેસ ખતમ થઈ ગઈ. પાકિસ્તાનને લાગ્યું કે અમે નહીં બચી શકીએ કારણ કે ભારતે પોતાનું ઉગ્ર સ્વરૂપ દેખાડી દીધું છે. પાકિસ્તાને થોડા કલાકોમાં સફેદ ઝંડા બતાવવાનું શરૂ કરી દીધું, જેથી તેના પર ફરીથી હુમલો ન થાય.
તેમણે કહ્યું કે, ‘ભારતની લડાઈ સરહદ પાર આતંકવાદીઓ સાથે છે અને જે તેને પાળી રહ્યા છે, તેમની સાથે અમારી દુશ્મની છે. હું પાકિસ્તાનના લોકોને પૂછવા માગુ છું કે, તમે શું પ્રાપ્ત કર્યું? ભારત ચોથી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને તમારી હાલત શું છે? તમારા આકાએ આમ કર્યું? મોદીની વાત કાન ખોલીને સાંભળી લો, તમારી સેના અને સરકાર આતંકવાદીઓને સમર્થન આપી રહી છે. પાકિસ્તાનના લોકોએ નક્કી કરવું પડશે કે શું આ રસ્તો તેમના માટે યોગ્ય છે, શું તેનાથી તેમને ફાયદો થશે? હું પાકિસ્તાનના લોકોને કહેવા માગુ છું કે, તમારી સરકાર તમારા ભવિષ્યને નષ્ટ કરી રહી છે. પાકિસ્તાનના લોકોએ આગળ આવવું પડશે, સુખ ચેનની જિંદગી જીવો, રોટલી ખાવ, નહિંતર મારી ગોળી તો છે જ.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘ભારત પર આંખ ઉઠાવનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર માનવતાના રક્ષા અને આતંકવાદનો અંત લાવવાનું ઓપરેશન છે. છાતી તાણીને બિહારમાં મેં જાહેરાત કરી હતી કે હું આતંકવાદને માટીમાં મળાવી દઇશ. 15 દિવસ સુધી રાહ જોઈ કે પાકિસ્તાન આતંકવાદ સામે કાર્યવાહી કરશે, પરંતુ તેણે કંઈ ન કર્યું, એટલે મેં સેનાને છૂટ આપી દીધી. અમે દુનિયાને બતાવ્યું કે અમે આતંકવાદીઓને અહીં બેઠા-બેઠા ખતમ કરી શકીએ છીએ.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp