લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીનો પ્રારંભ..'21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર સવારે સાત વાગ

લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીનો પ્રારંભ..'21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન! જાણો રાજ્યોની સ્થિતિ?

04/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીનો પ્રારંભ..'21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર સવારે સાત વાગ

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ખાસ વાત એ છે કે મોદાી સરકારના 8 મંત્રીઓ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલની હારજીતનો નિર્ણય થશે. 


અહી આ બેઠકો પર મતદાન

અહી આ બેઠકો પર  મતદાન

પ્રથમ ચરણમાં પ્રશ્ચિમી ઉત્તરપ્રદેશની 8 બેઠકો પર મતદાન થવાનુ છે. જેમાં રાજસ્થાનની 12, ઉત્તરાખંડની તમામ 5 બેઠકો, બિહારની 4 બેઠકો, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની તમામ 39 બેઠક પર ચૂંટણી થશે, આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશની 2, અસમની 4, મધ્યપ્રદેશી 6, મણિપુરની 2, મેઘાલયની 2, નાગાલેન્ડ ત્રિપુરા સહિત 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થવાનુ છે. તેમા કેટલીક બેઠકો VIP જેના પર સત્તાધારી પાર્ટી અને વિપક્ષના મોટા નેતા ચૂંટણીના રણમાં છે.


કેટલા ઉમેદવારો મેદાનમાં?

કેટલા ઉમેદવારો મેદાનમાં?

પ્રથમ ચરણમાં 8 મંત્રી અને એક પૂર્વ રાજ્યપાલની કિસ્મત દાંવ પર લાગેલી છે. જેમા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર સીટથી ચૂંટણી મેદાનમાં છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ, અરુણાચલની પશ્ચિમ સીટથી કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, અસમની દિબ્રુગઢ સીટથી ડૉ સંજીવ બાલિયાન, મુઝફ્ફરનગર સીટથી જીતેન્દ્રસિંહ ઉદ્યમપુર કઠુઆ બેઠકથી ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભૂપેન્દ્ર યાદવ અલવરથી અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બીકાનેર સીટથી ચૂંટણી લડી રહ્યા છએ. મંત્રીઓ ઉપરાંત ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ કુમાર દેવ ત્રિપુરા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તો તમિલનાડુની નીલગીરી બેઠકથી ડીએમકેના એ રાજા અને તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌદર્યરાજ ચેન્નાઈ સાઉથ લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે.


21 રાજ્યોમાં 9 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?

21 રાજ્યોમાં 9 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?
  1. પશ્ચિમ બંગાળ- 15.9%
  2. મધ્ય પ્રદેશ- 14.12%
  3. ત્રિપુરા- 13.62%
  4. મેઘાલય-12.96%
  5. ઉત્તર પ્રદેશ-12.22%
  6. છત્તીસગઢ-12.02%
  7. આસામ- 11.15%
  8. રાજસ્થાન- 10.67%
  9. જમ્મુ અને કાશ્મીર-10.43%
  10. ઉત્તરાખંડ- 10.41%
  11. મિઝોરમ-9.36%
  12. બિહાર- 9.23%
  13. આંદામાન-8.64%
  14. તમિલનાડુ- 8.21%
  15. નાગાલેન્ડ-7.79%
  16. મણિપુર-7.63%
  17. પુડુચેરી- 7.49%
  18. મહારાષ્ટ્ર- 6.98%
  19. સિક્કિમ-6.63%

     20 લક્ષદ્વીપ-5.59%

  1. અરુણાચલ પ્રદેશ – 4.95%

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top