મધ્ય પ્રદેશની હવા બદલાઈ રહી છે! છેલ્લી ઘડીએ બાજી પલટાય તેવા સંકેત, નવા સર્વેમાં જાણો કઈ પાર્ટી

મધ્ય પ્રદેશની હવા બદલાઈ રહી છે! છેલ્લી ઘડીએ બાજી પલટાય તેવા સંકેત, નવા સર્વેમાં જાણો કઈ પાર્ટી બનાવી રહી છે સરકાર!

11/04/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

મધ્ય પ્રદેશની હવા બદલાઈ રહી છે! છેલ્લી ઘડીએ બાજી પલટાય તેવા સંકેત, નવા સર્વેમાં જાણો કઈ પાર્ટી

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરના રોજ તમામ 230 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યાર બાદ ત્રણ ડિસેમ્બરના રોજ તમામ રાજ્યોની સાથે પરિણામ જાહેર થઈ જશે. આ રાજકીય લડાઈ ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બે મુખ્યપાર્ટીઓ વચ્ચે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવી ચેનલો અને સર્વે એજન્સી તેમજ ઓપિનિયન પોલ સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસની સરકાર બનતી દર્શાવવામા આવી છે. પરંતુ મતદાન પહેલા  ઈન્ડિયા ટીવી સીએનએક્સમનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેમાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરતા જણાઈ છે.


230 સીટમાંથી કોને કેટલી મળી રહી છે: સર્વ

230 સીટમાંથી કોને કેટલી મળી રહી છે: સર્વ

ઓપિનિયમ પોલ અનુસાર મધ્યપ્રદેશની કુલ 230 સીટમાંથી ભાજપને 119 બેઠકો પર જીત બતાવવામાં આવી છે, એટલે કે, બહુમતી સાથે ભાજપ જીત હાસંલ કરી રહી છે. તો કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેમને 107 બેઠકો પર જીત હાંસલ થશે તેવું ઓપિનિયન પોલમાં દર્શાવવામા આવ્યું છે. ગત ચૂંટણીમાં 114 બેઠકો જીત થઈ હતી. આ સર્વેમાં ચાર બેઠકો અન્યના ખાતામાં પણ બતાવવામાં આવી રહી છે. જેમાં ભાજપને 46.33 ટકા વોચ મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 43.24 ટકા વોટ સેયરિંગ મળી રહ્યાં છે. જ્યારે અપક્ષના ખાતામાં 10.43 ટકા વોટ જતા દર્શાવવામાં આવ્યા છે.


ક્યાં ક્ષેત્રમાં કેટલા વોટ

આ ઓપિનિયન પોલ મુજબ બઘેલખંડની 51 સિટોમાં ભાજપને 21 અને અને અન્યને એક સંભવાના દર્શાવી છે. ભોપાલની 24 બેઠકોમાંથી ભાજપને 16 અને કોંગ્રેસને 8 બેઠકો જતી બતાવી છે. ચંબલમાં બેઠકોમાં કોંગ્રેસને 19 અને ભાજપને 15 સીટો પર જીત થઈ રહી છે. મહાકૌશલમાં કુલ 47 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસને 26 અને ભાજપને 19 સિટો પર જીત થઈ રહી છે. અહી અન્યના ખાતામાં બે બેઠકો જતી દર્શાવવામાં આવી રહી છે. જ્યારે માળવાની 46માંથી ભાજપને 28 અને કોંગ્રેસને 18 બેઠકો મળી રહી છે. નીમાણા વિસ્તારમાં કોંગ્રેસને 15 બેઠકો અને ભાજપને 12 બેઠકો મળી રહી છે અને એક સિટ અન્યના ખાતામાં જઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top