BJP જબરી ફસાઈ! ટિકિટ કપાઈ જતાં MLA નારાજ, જેમને મેદાનમાં ઉતાર્યા એ કહી રહ્યા છે મારી તો લડવાની ઈચ્છા જ નથી!
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બાદ એક સૂચિ બહાર પાડીને ઉમેદવારોના એલાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધી 80 નેતાઓને ટિકિટ આપી દેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીની કેન્દ્ર સરકારના મોટા મોટા મંત્રીઓને ધારાસભ્યની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશમાં જે નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે એ નારાજ છે. બીજી તરફ જેમને ટિકિટ આપવામાં આવી છે એ પણ કઈ ખાસ ખુશ નથી, કહી રહ્યા છે કે મારી એક ટકો પણ ઈચ્છા નથી કે હું ચૂંટણી લડુ
ભારતીય જનતા પાર્ટીએ ઈન્દોર બેઠક પરથી કૈલાશ વિજયવર્ગીયને ટિકિટ આપી છે, પણ ચૂંટણી લડવાની વાતથી જ તેઓ દુઃખી છે. તેમણે ખુલ્લા મંચથી કહ્યું કે મારી ચૂંટણી લડવાની જરા પણ ઈચ્છા નહોતી, પાર્ટીએ મને ટિકિટ આપી દીધી. મારુ દિલ ખુશ નથી. હું તો જગ્યાએ જગ્યાએ ભાષણ આપવા માંગુ છું, હવે હું મોટો નેતા બની ગયો છું, જનસભાઓ કરવા માંગુ છું. વિચાર્યું હતું કે હેલિકોપ્ટરથી જઈશ, ભાષણ આપીશ અને હાથ હલાવીશ.
તેમણે વધુમાં કહ્યું કે મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે પાર્ટીએ મને ટિકિટ આપી છે. કદાચ ભગવાનને આ જ મંજૂર હશે.
બીજી તરફ મૈહર વિધાનસભા સીટના નારાયણ ત્રિપાઠીની ટિકિટ કાપી દેવામાં આવતા તેમણે કહ્યું કે સિનિયર નેતાઓ હવે ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે અત્યારના ધારાસભ્ય શું સરપંચની ચૂંટણી લડશે? હવે હું મારી અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડીશ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp