જૂનાગઢ યાર્ડમાં રોજની 10 થી 11 હજાર કેસર કેરીના બોક્સની આવક
લોકડાઉનમાં છુટછાટ મળતા નિકાસ વધી, મણના ભાવ 12 થી 1800 રૂપિયા.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની બમણી આવક થઈ રહી છે. લોકડાઉનમાં છૂટછાટ મળતા ગીરની કેસર કેરી હવે બહાર જઈ રહી છે. જેના કારણે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયા પહેલા તો માર્કેટિંગ યાર્ડમાં 6 થી 7 હજાર બોક્સની આવક થતી હતી ત્યારે હવે રોજના 10 થી 11 હજાર બોક્સની આવક થઈ રહી છે. કેરીની આવક વધતા ભાવમાં પણ વધારો થયો છે. મણના 1200 થી 1800 રૂપિયામાં ગીરની કેસર કેરી વેચાઈ રહી છે. જો કે અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેરી બગડવાનો ભય પણ લાગી રહ્યો છે. જેને કારણે ખેડૂતો કેરીનો પાક ઊતારી યાર્ડમાં હરાજીમાં આપી દે છે. આ વર્ષે યાર્ડમાં કેરીની સારી એવી આવક થઈ રહી છે. ત્યારે હજુ પણ કેરીની આવક વધશે તેમ માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp