રશિયા-યુક્રેન યુદ્ધ: સંયુક્ત રાષ્ટ્રે કહ્યું, "યુદ્ધ શરૂ થયા બાદથી 50 લાખથી વધુ યુક્રેનિયન પ્રજ

રશિયા-યુક્રેન યુદ્ધ: સંયુક્ત રાષ્ટ્રે કહ્યું, "યુદ્ધ શરૂ થયા બાદથી 50 લાખથી વધુ યુક્રેનિયન પ્રજાએ કર્યું પલાયન"

04/20/2022 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

રશિયા-યુક્રેન યુદ્ધ: સંયુક્ત રાષ્ટ્રે કહ્યું,

રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધનો આજે 56મો દિવસ છે. ત્યારે આજે યુદ્ધને લીધે લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, રશિયન હુમલા બાદ યુક્રેનના 50 લાખથી વધુ નાગરિકો તેમનો દેશ છોડી ચૂક્યા છે. યુએન અનુસાર, યુરોપ માટે બીજા વિશ્વયુદ્ધ પછી યુક્રેનિયન શરણાર્થીઓનું પલાયન સૌથી મોટું સંકટ છે.


યુક્રેનમાં 7 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે

યુક્રેનમાં 7 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે

જિનીવામાં યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) એ બુધવારે શરણાર્થીઓની કુલ સંખ્યા 50 લાખ 10 હજાર ગણાવી છે. આમાંથી અડધાથી વધુ લોકો લગભગ 2.8 મિલિયન લોકો પોલેન્ડ ભાગી ગયા. જોકે, તેમની ચોક્કસ સંખ્યા જાણવા મળી નથી. UNHCR એ 30 માર્ચે જણાવ્યું હતું કે, 40 લાખ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. યુદ્ધ શરૂ થયાના અઠવાડિયામાં ઓછા લોકોએ સ્થળાંતર કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, શરણાર્થીઓ ઉપરાંત 7 મિલિયનથી વધુ લોકો યુક્રેનની અંદર વિસ્થાપિત થયા છે. યુદ્ધ પહેલા યુક્રેનની વસ્તી 40 મિલિયન હતી.


જાણો UNHCRના પ્રવક્તા શાબિયા મન્ટુ શું કહે છે

જાણો UNHCRના પ્રવક્તા શાબિયા મન્ટુ શું કહે છે

UNHCRના પ્રવક્તા શાબિયા મન્ટુએ જિનીવામાં કહ્યું હતું કે, "એ મહત્વનું છે કે બીજા દેશની સરહદો લોકો માટે ખુલ્લી રહે, લોકો સુરક્ષાદળ સુધી પહોંચી શકે અને જ્યારે તેઓ પડોશી દેશોમાં પહોંચે ત્યારે તેમને મદદ મળી શકે. અમને શરણાર્થીઓનાં આંકડા જોઈને ચિંતા થઈ રહી છે. યુક્રેનિયન શરણાર્થીઓની સંખ્યા 5 મિલિયનની નજીક પહોંચી રહી છે."


પૂર્વી યુક્રેનમાં રશિયન હુમલા વધુ તીવ્ર બન્યા છે

પૂર્વી યુક્રેનમાં રશિયન હુમલા વધુ તીવ્ર બન્યા છે

 રશિયન સૈન્યએ યુક્રેનના પૂર્વીય ઔદ્યોગિક ક્ષેત્રમાં કોલસાની ખાણો અને કારખાનાઓ પર નિયંત્રણ મેળવવા માટે મંગળવારે હુમલા વધુ તીવ્ર કર્યા છે. રશિયન દળોનો મુખ્ય ધ્યેય પૂર્વીય ડોનબાસ પ્રદેશને કબજે કરવાનો છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવાના નિષ્ફળ પ્રયાસ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના માટે અહીંની જીત અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ખાર્કિવ અને ક્રેમેટોર્સ્કના પૂર્વી શહેરો પહેલાથી જ ઘાતક હુમલાઓ માટે સંવેદનશીલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top