વર્લ્ડ ડેસ્ક: એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર અને બીજી તરફ હવામાનમાં પલટા (Climate change)ને લીધે પૃથ્વી પરનું વાતાવરણ (Earth atmosphere) સતત બદલાઈ રહ્યું છે. જેના કારણે હિમનદીઓ ઓગળી રહી છે અને ઘણા દેશોમાં પૂરની (Flood) પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હવે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ એક અધ્યયનમાં દાવો કર્યો છે કે વર્ષ ૨૦૩૦ માં ચંદ્ર તેની ભ્રમણકક્ષાથી આગળ વધશે જેના કારણે વિનાશક પૂર આવવાની સંભાવના છે.
નાસાએ કહ્યું કે, હવામાનમાં પરિવર્તનનું કારણ ચંદ્રની બદલાતી દિશા પણ હોય શકે છે. નાસાનો (NASA) આ અભ્યાસ 21 જૂને નેચર ઓન કલાઈમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયો છે. દરિયાઈ તરંગો સરેરાશ દૈનિક ઊંચાઇ કરતા 2 ફૂટ ઊંચે આવે છે ત્યારે આ પ્રકારનો પૂર દરિયાઇ વિસ્તારોમાં આવે છે. ઘરો અને રસ્તાઓ બધા ડૂબી ગયા હશે અને દિનચર્યાને અસર થશે તેમ નાસાએ જણાવ્યું છે.
નાસાના એક અધ્યયન મુજબ, પૂરની તોફાની પરિસ્થિતિઓ નિર્માણ કરવાનું ચાલુ રાખશે અને ૨૦૩૦ ના દાયકાના મધ્યભાગ સુધી અચાનક અનિયમિત થઈ જશે. અધ્યયન કહે છે કે અમેરિકાના તટીય વિસ્તારોમાં તરંગો તેમની સામાન્ય ઊંચાઇ કરતા ત્રણથી ચાર ફૂટ ઊંચે ઉઠશે અને એક દાયકા માટે આ વલણ ચાલુ રહેશે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પૂરની આ સ્થિતિ વર્ષભર નિયમિત રહેશે નહીં. ફક્ત થોડા મહિનામાં, આ આખી પરિસ્થિતિ સર્જાશે જે વિવિધ પ્રકારના જોખમોમાં વધારો કરશે.
હવાઈ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને અભ્યાસના અગ્રણી લેખક ફિલ થોમ્પસનએ પૃથ્વી પર ચંદ્રની અસરને કારણે પૂર વિશે જણાવ્યું હતું કે, જ્યારે ચંદ્ર તેની ભ્રમણકક્ષામાંથી દૂર જાય છે, ત્યારે તેને પૂર્ણ થવામાં 18.6 વર્ષ લાગે છે, પરંતુ પૃથ્વી પર ગરમી વધતા દરિયાની સપાટી સાથે મળીને ખતરનાક બની જાય છે. થોમ્પસનએ કહ્યું કે 18.6 વર્ષમાં, અર્ધ સમય માટે, એટલે કે પૃથ્વી પર લગભગ 9 વર્ષ, દરિયામાં સામાન્ય ભરતીનો ઉદય ઓછો થાય છે. ઊંચી ભરતીની ઊંચાઇ સામાન્ય રીતે ઓછી હોય છે, નીચી ભરતીની ઊંચાઇ સામાન્ય રીતે ઊંચી થઇ જાય છે. બીજી બાજુ, આગામી 9 વર્ષ માટે તેનું ઉલટું થાય છે. આગલી વખતે આ ચક્ર 2030 ની આસપાસ બનશે, જેના કારણે સામાન્ય જીવન ખરાબ રીતે પ્રભાવિત થશે.
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સએ કહ્યું કે, દરિયાની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. અવિરત પૂરને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે અને આગામી સમયમાં આ મુશ્કેલીઓ વધુ વધી જશે. તેમણે કહ્યું હતું કે તેની કક્ષામાં ચંદ્રની સ્થિતિમાં પરિવર્તન, ગુરુત્વાકર્ષણ ખેંચાણ, સમુદ્રનું વધતું સ્તર અને આબોહવા પરિવર્તન એક સાથે વૈશ્વિક સ્તરે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું સર્જન કરશે, જેના કારણે અહીં મોટો વિનાશ થઈ શકે છે.