કોરોના અપડેટ્સ : નવસારીમાં નવા કેસ!
નવસારી જિલ્લો કોરોના મુક્ત થાય તેવી સ્થિતિ બની હતી વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા. જેને લઈ કોરોના મુક્ત જિલ્લો બનવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.આ ત્રણેય જણ મુંબઈ થી આવ્યા હતા.
નવસારીમાં અગાઉ નોંધાયેલ પોઝિટિવ કેસોમાં મોટેભાગે સુરતથી ચેપ આવ્યાનું બહાર આવ્યું હતું. જોકે છેલ્લા બે દિવસથી દેશમાં કોરોનાના જ્યાં સૌથી વધુ કેસ નોંધાઇ ચુક્યા છે, એ મુંબઈ નગરીથી ફરેલા લોકોમાં પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. મંગળવારે વાંસદાના વાંદરવેલામા બે અને ચીખલીના કુકેરીમાં મુંબઈથી પરત ફરેલા એક જણમાં પોઝિટિવ કેસ દેખાયા હતા
હવે જલાલપોર તાલુકાના બોરસી માછીવાદમાં ભરત ખંડુભાઈ ટંડેલ (ઉ વ 42), ગણદેવી તાલુકામાં મોહનપુર ટેકરીફળિયાના રહીશ અનિકેત પ્રવીણ પટેલ(ઉ વ 25) અને ચીખલી તાલુકાના સરૈયાના લતેશ કનુભાઈ પટેલનો (ઉ વ 25) કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ત્રણેય જણા નોકરી અર્થે મુંબઇ રહે છે અને હાલ જ પોતાના નવસારી જિલ્લાના વતન ખાતે આવ્યા હતા.આ ત્રણેય મુંબઈથી આવ્યા બાદ હોમ કોરોન્ટાઇનમાં જ હતા અને તે દરમિયાન સેમ્પલ લેવાતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. નવા આવેલા ત્રણ કેસો સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસ 14 થયા છે, જોકે એક્ટિવ કેસ છેલી નોંધણી મુજબ 6 જ છે. નવા ત્રણેયને નવસારીની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ.કરવામાં આવ્યા છે.
મહુવા તાલુકાના કરચેલીયા ગામના એક શખ્સ રાજસ્થાન થી આવતા તેનો કોરોનાનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા બીલીમોરાનો એક શખ્સ તેના સંપર્કમાં આવ્યો હતા. તે શખ્સને હાલ કોરોન્ટાઇન કરવામાં આવી તેના કોરોના તપાસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
કોરોના એ ભારત ભરમાં ઉત્પાત મચાવ્યો છે. જેમાં દરેક રાજ્યોમાં કોરોના પ્રસર્યો છે. એક રાજ્ય માંથી બીજા રાજ્યો માં લોકોનું આવન જાવન ચાલી રહ્યું છે. ત્યારે હાલ જ રાજસ્થાન થી ગુજરાતમાં 8 શખ્સો આવ્યા હતા. જેમાંથી મહુવા ખાતેના એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની દોડધામ વધી હતી. તેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા તેની સાથે આવેલા શખ્સો ની શોધખોળ કરતાં બીલીમોરા ખાતે એક શખ્સ તેના સંપર્ક માં આવ્યો હોવાનું જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેને કોરોન્ટાઇન કરીને તેનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવવાની આરોગ્ય વિભાગ રાહ જોઈ રહ્યું છે. ત્યારે તનો રિપોર્ટ પણ નેગેટિવ આવે તેની લોકો પ્રાર્થના કરી રહયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp