જાગૃતિ ફેલાવવા માટે ભેંસાણ પોલીસનો નવતર પ્રયોગ

જાગૃતિ ફેલાવવા માટે ભેંસાણ પોલીસનો નવતર પ્રયોગ

05/20/2020 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જાગૃતિ ફેલાવવા માટે ભેંસાણ પોલીસનો નવતર પ્રયોગ

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ ખાતે નવ નિયુક્ત પીએસઆઇ ડી.કે.ચૌધરી દ્વારા આપણું ગામ નિરોગી ગામના હેડિંગ સાથે પેમ્પ્લેટ છપાવી દરેક ગામમાં જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. આ પેમ્પ્લેટમાં ગામડાના લોકોને કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા શુ શુ કરવું..? શુ શુ તકેદારી રાખવી..? કેવા કેવા પગલાઓ લેવા...? સહિતના આશરે 15 જેટલા મુદ્દાઓ છાપી લોકોની જાગૃતિ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગામલોકોમાં જાગૃતિ લાવવા માટે પેમ્પ્લેટમાં નીચે મુજબનો જાગૃતિ સંદેશ છાપવામાં આવ્યો છે. - માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નિકળવું સજા પાત્ર ગુનો છે. - જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ કે શાકભાજી લેવા જતી વખતે સોશીયલ ડીસ્ટન્સ (૬ ફુટ દુર)નું પાલન કરીએ. - દિવસ દરમ્યાન વારંવાર સાબુથી હાથ ધોવાનો આગ્રહ રાખો. - સાર્વજનિક સ્થળોએ થુંકવું એ સજા પાત્ર ગુનો છે. - બાળકો,વ્રુધ્ધો અને બિમાર માણસોને બિનજરૂરી બહાર ન નિકળવું. - કોઈપણ વસ્તુની લેતી-દેતી કર્યા બાદ અવશ્ય હાથ સેનેટાઈઝ કરીએ. - કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવવાના બદલે *દુરથી "નમસ્તે" કહેવાનો આગ્રહ રાખીએ. - રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેવો સાત્વિક અને સમતોલ આહાર લેવાનો આગ્રહ રાખો. - બિન જરૂરી ઘરની બહાર નિકળી, અજાણતામાં તમે તમારા પરીવારને મુશ્કેલીમાં મુકી શકો છો..!!! જેથી "ઘરમાં રહો, સુરક્ષિત રહો. - તમારી આજુબાજુ કે ગામમાં કોઈ નિ:સહાય માણસ જણાઈ તો, તેને મદદરૂપ થઈ ખરા અર્થમાં માનવધર્મ નિભાવીએ. - ખેતીનું કામ કરતા સમયે બે ગજ (છ ફુટ)નું અંતર અવશ્ય રાખવું. - બહારગામથી આવતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવે છે. આ લોકોને ઘરમાં રહેવાનું હોય છે. આવા હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ લોકો જો ઘરની બહાર નિકળે તો પોલીસ સ્ટેશને અવશ્ય જાણ કરો. તમારૂ નામ ગુપ્ત રાખવામાં આવશે. - આપણે સુરક્ષિત રહીશું" તો "આપણો પરીવાર સુરક્ષિત રહેશે" અને "આપણો પરીવાર સુરક્ષિત રહેશે" તો "આપણું ગામ સુરક્ષિત રહેશે. - તાવ,શરદી,ઉધરસ કે વારંવાર છીંક આવવી અથવા "શ્વાસ લેવામાં તકલીફ" જેવા લક્ષણો દેખાઈ તો, તાત્કાલીક ડોકટરશ્રીનો સંપર્ક કરવો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top