ભાડાનું વિમાન, 40 કલાકની ઉડાણ... આ ખાસ વિમાનમાં તહવ્વુર રાણાને ભારત લાવવા માટે આટલા કરોડ રૂપિયા

ભાડાનું વિમાન, 40 કલાકની ઉડાણ... આ ખાસ વિમાનમાં તહવ્વુર રાણાને ભારત લાવવા માટે આટલા કરોડ રૂપિયા ખર્ચાયા!

04/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભાડાનું વિમાન, 40 કલાકની ઉડાણ... આ ખાસ વિમાનમાં તહવ્વુર રાણાને ભારત લાવવા માટે આટલા કરોડ રૂપિયા

Tahawwur Rana: 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ, કોર્ટે રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે તપાસ એજન્સી 2008ના હુમલાના સમગ્ર કાવતરા બાબતે આરોપીઓની પૂછપરછ કરશે. આરોપીઓને અમેરિકાથી ભારત લાવવાની કામગીરી જેટલી સંવેદનશીલ હતી, તેટલી જ ખર્ચાળ પણ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તહવ્વુર રાણાને અમેરિકાના મિયામીથી ભારત લાવવા માટે એક લક્ઝરી ચાર્ટર પ્લેન ગલ્ફ સ્ટ્રીમ G-550નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો ખર્ચ પ્રતિ કલાક લગભગ 9 લાખ રૂપિયા હતો.


40 કલાકની ઉડાણ, ખર્ચ 4 કરોડ રૂપિયા

40 કલાકની ઉડાણ, ખર્ચ 4 કરોડ રૂપિયા

આ ચાર્ટર જેટ વિયેના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસ પાસેથી ભાડે લેવામાં આવ્યું હતું. બુધવારે સવારે 2:15 વાગ્યે (સ્થાનિક સમય) મિયામીથી વિમાન રવાના થયું હતું અને તે જ દિવસે સાંજે 7:00 વાગ્યે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યું હતું. ત્યાં લગભગ 11 કલાકનો વિરામ લીધા બાદ, તેણે ગુરુવારે સવારે 6:15 વાગ્યે ફરી ઉડાણ ભરી અને સાંજે 6:22 વાગ્યે લગભગ 40 કલાક બાદ તે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમગ્ર મુસાફરીમાં લગભગ 4 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે, જ્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં મિયામીથી દિલ્હીની બિઝનેસ ક્લાસ ટિકિટની કિંમત લગભગ 4 લાખ રૂપિયા હોય છે. જો આ રીતે જોવામાં આવે તો, ભારત સરકારે રાણાને લાવવા માટે લગભગ 100 ગણા વધુ પૈસા ખર્ચ્યા હતા.


ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન કોઈ લક્ઝરી હોટલથી ઓછું નથી

ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન કોઈ લક્ઝરી હોટલથી ઓછું નથી

2013માં નિર્મિત ગલ્ફસ્ટ્રીમ G550, અલ્ટ્રા લોંગ રેન્જ મિડ-સાઇઝ શ્રેણીમાં રાખવામાં આવે છે. તેની સૌથી ખાસ ખાસ વાત તેનું અદ્ભુત ઇન્ટિરિયર છે. આ વિમાનમાં મહત્તમ 19 મુસાફરોની ક્ષમતા છે. તેમાં 9 ડિવાન સીટો છે, જે ફ્લેટ ફોલ્ડ થઈને સૂવા માટેનો પલંગ બની જાય છે. તેમાં 6 બેડ પણ છે. આ ઉપરાંત, આ વિમાનમાં ઇન ફ્લાઇટ વાયરલેસ ઇન્ટરનેટ, સેટેલાઇટ ફોન અને આધુનિક મનોરંજન સિસ્ટમ છે. તેની અંડાકાર બારીઓ તેને એક અલગ ઓળખ આપે છે અને તેને VIP મુલાકાતો માટે પસંદગીનો વિકલ્પ માનવામાં આવે છે.

સવાલ એ ઊભો થાય છે કે આટલી મોટી રકમ શા માટે ખર્ચવામાં આવી? જવાબ છે- સુરક્ષા. વાસ્તવમાં, તહવ્વુર રાણા એક હાઇ-પ્રોફાઇલ આતંકવાદી છે અને અમેરિકા અને ભારત બંનેની સુરક્ષા એજન્સીઓએ તેના પ્રત્યાર્પણ અંગે ખાસ સાવધાની રાખી હતી. આવા કિસ્સાઓમાં, ચાર્ટર પ્લેન એકમાત્ર સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની અણધારી ઘટના ટાળી શકાય.


કોર્ટે 18 દિવસના NIA રિમાન્ડ પર મોકલ્યો

કોર્ટે 18 દિવસના NIA રિમાન્ડ પર મોકલ્યો

જ્યારે ફ્લાઇટ સાંજે લગભગ 6:15 વાગ્યે દિલ્હી પહોંચી, ત્યારે NIAની ટીમે પહેલા તહવ્વુર રાણાની ધરપકડ કરી અને તેની તબીબી તપાસ કરાવી. ત્યારબાદ, તેને સીધો જ કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણએ NIA તરફથી 20 દિવસની કસ્ટડીની માગણી કરી. લાંબી સુનાવણી બાદ, મોડી રાત્રે કોર્ટે આરોપીને 18 દિવસની કસ્ટડીની મંજૂરી આપી. હવે તપાસ એજન્સી રાણાને 2008ના મુંબઈ આતંકવાદી હુમલા સંબંધિત તમામ સવાલો પૂછશે.

હવે જ્યારે તહવ્વુર રાણાને આટલી બધી સુરક્ષા વચ્ચે ભારત લાવવામાં આવ્યો છે, ત્યારે લોકોના મનમાં સવાલ ઉભા થવા લાગ્યા છે કે શું હાફિઝ સઈદ અને દાઉદ ઇબ્રાહિમને પણ આવી જ રીતે ભારત લાવી શકાય? હાલમાં આ એક કાલ્પનિક વિચાર છે કારણ કે ભારતની પાકિસ્તાન સાથે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી, અને ત્યાંની સરકાર પોતે આતંકવાદીઓને રક્ષણ પૂરું પાડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top