ઓમિક્રોન અંગે જર્મન યુનિવર્સીટીના રિસર્ચમાં ખુલાસો : ઘાતક નથી પરંતુ આ રીતે પહોંચાડે છે નુકસાન

ઓમિક્રોન અંગે જર્મન યુનિવર્સીટીના રિસર્ચમાં ખુલાસો : ઘાતક નથી પરંતુ આ રીતે પહોંચાડે છે નુકસાન

01/12/2022 National

SidhiKhabar

SidhiKhabar

ઓમિક્રોન અંગે જર્મન યુનિવર્સીટીના રિસર્ચમાં ખુલાસો : ઘાતક નથી પરંતુ આ રીતે પહોંચાડે છે નુકસાન

નેશનલ ડેસ્ક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસો દેશ માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટ જ દેશમાં ત્રીજી લહેરનું કારણ બન્યો છે. બીજી લહેરની સરખામણીમાં આ વખતે કેસો ઝડપથી વધી રહ્યા છે, તેવામાં કોરોનાનો ચેપ અને ડર પણ વધી રહ્યા છે. નવા વેરિયન્ટનાં લક્ષણો પણ ડેલ્ટા કરતા જુદાં છે.


ઓમિક્રોન ભલે જીવ ન લઈ શકે, પણ

ઓમિક્રોન ભલે જીવ ન લઈ શકે, પણ

અત્યાર સુધી ઓમિક્રોનને ઓછો ઘાતક માનવામાં આવી રહ્યો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે તેનાથી સંક્રમિત લોકો ત્રણથી ચાર દિવસમાં સ્વસ્થ થઇ જાય છે. ઓમિક્રોનથી સંક્રમિત લોકોના હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુની ટકાવારી પણ ઘણી ઓછી થઇ છે. જેથી તે કોરોનાનાં અગાઉના વેરિયન્ટ જેટલો નુકસાનકારક ન હોવાનું સાબિત થયું છે. પરંતુ એક નવું સંશોધન અને તેના પરિણામો જણાવી રહ્યા છે કે ઓમિક્રોન ભલે ઘાતક ન હોય પરંતુ તે સંક્રમિત વ્યક્તિનાં આંતરિક અંગોને ઘણું નુકસાન પહોંચાડે છે.


આ સંશોધન જર્મનીની યુનિવર્સિટી ક્લિનિક હેમ્બર્ગ-એપેનડોર્ફના (UKE) નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાનો ચેપ કોઈ પણ પ્રકારનો કે સ્તરનો હોય, તે સંક્રમિત વ્યક્તિના શરીરનાં આંતરિક ભાગોમાં પોતાના નિશાન છોડી જાય છે. ઓમિક્રોન ઉપર પણ આ બાબત લાગુ પડે છે. ભલે ઓમિક્રોનનાં લક્ષણો દેખાતા ન હોય કે ઓછા પ્રમાણમાં દેખાતા હોય પરંતુ તે એટલો જ નુકસાનકારક છે. આ સંશોધનમાં ખૂબ જ હળવા લક્ષણોથી સંક્રમિત 45 થી 74 વર્ષની વયના 443 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. કેટલાક સંક્રમિતોમાં કોરોનાના લક્ષણો દેખાતા પણ ન હતા. તેમાંથી 93% દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર જ પડી ન હતી.


આંતરિક અંગોને થયું છે નુકશાન

આંતરિક અંગોને થયું છે નુકશાન

સંશોધન દરમિયાન જ્યારે આ સંક્રમિતોના આંતરિક અંગોનો અભ્યાસ કરવામાં આવ્યો તો ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. એક સંશોધકે કહ્યું કે, 'જ્યારે આ લોકોના ફેફસાંનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેઓ 3% સંકોચાઈ ગયા છે. એ જ રીતે, હૃદયના પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેની પમ્પિંગ ક્ષમતામાં 2% ઘટાડો થયો છે. એટલું જ નહીં, લોહીમાં માર્કર પ્રોટીનનું પ્રમાણ 41% જેટલું વધારે જોવા મળ્યું. આ પ્રોટીનની માત્રા તણાવગ્રસ્ત વ્યક્તિના લક્ષણો દર્શાવે છે.

આ ઉપરાંત, કોરોનાથી સંક્રમિત એસિમ્પટમેટિક અથવા ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ કિડનીની ક્ષમતામાં 2% ઘટાડો જોવા મળ્યો હતો. પગની નસોમાં ખેંચાણ 3 ગણુ વધુ જોવા મળ્યું હતું. જોકે, મગજમાં આ ચેપને કારણે કોઈ નુકસાન જોવા મળ્યું નથી.


નવા સંશોધનના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ

આ અંગે સાયન્ટિફિક સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર રાફેલ ટ્વેરેનબોલ્ડ કહે છે કે, 'ખાસ કરીને વર્તમાન ઓમિક્રોન ઈન્ફેક્શનના કારણે સર્જાયેલા સંજોગોને જોતાં, આ પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ છે.' જ્યારે UKEના હાર્ટ સેન્ટરના મેડિકલ ડિરેક્ટર સ્ટીફન બ્લેન્કેનબર્ગ કહે છે કે, 'આ પરિણામોએ અમને સમયસર શરીરના આંતરિક ભાગોમાં સંક્રમિત કોરોનાની અસરોને શોધી કાઢવા અને તેની સારવાર કરવામાં સક્ષમ બનાવ્યા છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top