પોતાની જ બહેન સાથે નિકાહ કરશે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ? જાણો તેમના પરિવારની પ્રતિક્રિયા

પોતાની જ બહેન સાથે નિકાહ કરશે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ? જાણો તેમના પરિવારની પ્રતિક્રિયા

08/22/2023 World

SidhiKhabar

SidhiKhabar

પોતાની જ બહેન સાથે નિકાહ કરશે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ? જાણો તેમના પરિવારની પ્રતિક્રિયા

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના લગ્નની વાતે દેશના મીડિયા અને ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે. એવું જાણવા મળી રહ્યું છે કે કેપ્ટન બાબર આઝમ પોતાની જ કઝિન સાથે લગન કરવા તૈયાર થયા છે. ત્યારે તેની મેનેજમેન્ટ કંપનીએ આગળ આવીને આ અંગે વાત કરી છે અને મોટો ખુલાસો કર્યો છે.


બાબર પોતાની જ બહેનને પરણશે?

બાબર પોતાની જ બહેનને પરણશે?

બાબર સતત એક પછી એક રેકોર્ડ જમાવી રહ્યો છે, સમગ્ર શહેરમાં એની ચર્ચા થઇ રહી છે અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ક્રિકેટરોમાંનો એક બન્યો છે. જોકે, 28 વર્ષીય ક્રિકેટર હજુ અપરિણીત છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, નંબર 1 ક્રમાંકિત ક્રિકેટર તેના પોતાની કઝિન સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા છે, અને તેના પરિવારે લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એવું સાંભળવામાં આવ્યું છે કે બાબર ODI WC 2023 પછી નવેમ્બરમાં લગન કરશે. આ ખબર સાંભળી બાબરના ચાહકોએ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે અને એ કઝિન કોણ છે જેના સાથે પરણવા બાબર તૈયાર થયો છે, તે જાણવા ઉત્સુક છે. બીજી તરફ કેટલાક યુઝર્સ પાકિસ્તાની ક્રિકેટર પોતાની જ બહેનને પરણશે, એ વાતે ખીલ્લી ઉડાવી રહ્યા છે! આ બધા વચ્ચે સાચી હકીકત શું છે, એ અંગે બાબરની મેનેજમેન્ટ કંપનીએ મહત્વનો ખુલાસો કર્યો છે.


બાબરની મેનેજમેન્ટ કંપનીએ જણાવ્યું કે...

બાબરની મેનેજમેન્ટ કંપનીએ જણાવ્યું કે...

તેમ છતાં, બાબરની મેનેજમેન્ટ કંપની સાયા કોર્પોરેશને ટ્વિટ કરીને જણાવ્યું કે "નવેમ્બરમાં કપ્તાન બાબર આઝમના લગ્નના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. હકીકતમાં, આ તેમના પોતાના માટે અને તેમના પરિવાર માટે પણ એક 'સમાચાર' છે. કૃપા કરીને ચકાસ્વ્યા વગરનાં સમાચાર શેર કરવાનું ટાળો. આભાર." મેનેજમેન્ટ કંપનીના આ ખુલાસા પછી સોશિયલ મીડિયા પર જોર પકડી રહેલી ગરમાગરમ ચર્ચાઓનો અકાળે અંત આવી ગયો છે.

દરમિયાન, પાકિસ્તાનનો સ્કીપ્પર હાલમાં 2023 એશિયા કપ માટે તૈયારી કરી રહ્યો છે. બાબર આઝમ 30મી ઓગસ્ટના રોજ પ્રારંભિક રમતમાં, નેપાળ સામે મુલતાનમાં ટકરાશે ત્યારે પાકિસ્તાની ચાહકોને બાબરને ઘરની ધરતી પર રમતા જોવાનો આનંદ મળશે.

બેટ્સમેન ગયા વર્ષની આવૃત્તિથી તેના એશિયા કપ પ્રદર્શનમાં સુધારો કરવા આતુર હશે. 2022 એશિયા કપમાં 6 મેચોમાં, 28 વર્ષીય ખેલાડીએ 11.33ની ઝડપે માત્ર 68 રન બનાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top