વધુ એક પકડોઆ વિવાહ, બળજબરી પૂર્વક સેંથામાં સિંદુર ભરવાની કુપ્રથા ક્યાંથી આવી?

વધુ એક પકડોઆ વિવાહ, બળજબરી પૂર્વક સેંથામાં સિંદુર ભરવાની કુપ્રથા ક્યાંથી આવી?

12/02/2023 National

SidhiKhabar

SidhiKhabar

વધુ એક પકડોઆ વિવાહ, બળજબરી પૂર્વક સેંથામાં સિંદુર ભરવાની કુપ્રથા ક્યાંથી આવી?

બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી 23 વર્ષીય ગૌતમકુમારની 12 દિવસ અગાઉ જ નોકરી લાગી હતી. બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષા ક્રેક કરીને શિક્ષક બની ગયો છે. થોડા દિવસ અગાઉ તેનું અપહરણ થયું. પછી લગ્ન કરાવી દેવાયા. ગૌતમ સામે બે વિકલ્પ હતા અથવા તો માથામાં ગોળી ખાય કે સામે બેઠી છોકરીના માથામાં સિંદુર ભરી દે. ગૌતમે જીવ બચાવ્યો અને એ બધુ કર્યું જે એક હિન્દુ લગ્નમાં વરરાજાએ કરવાનું હોય છે. ગૌતમ પહેલો એવો વરરાજો નથી, અને છેલ્લો પણ નહીં હોય. આ બિહાર છે, જ્યાં વરરાજાઓનો બજાર લાગે છે, જ્યાં પકડોઆ લગ્ન જેવી કુપ્રથા 21મી સદીમાં પણ ચાલતી આવી રહી છે. હાલમાં જ પટના હાઇકોર્ટે બંદૂકની અણીએ એક પૂર્વ લગ્નને અમાન્ય જાહેર કરી દીધા. સ્થાનિક શિક્ષણવિદોનું કહેવું છે કે એવી ઘણી ઘટના છે જ્યાં દુલ્હનનો પરિવાર વધુ તાકતવાન છે અને વરરજાનો પરિવાર ભયના કારણે ચૂપ રહે છે. કહાની બિહારમાં સજેલા વરરાજાઓના બજારની છે.


પકડોઆ લગ્ન શું છે? ક્યારે થઈ શરૂઆત?

પકડોઆ લગ્ન શું છે? ક્યારે થઈ શરૂઆત?

પકડોઆ લગ્ન બિહારની એક કુખ્યાત પ્રથા છે. યુવાનોનું અપહરણ કરી લેવામાં આવે છે અને તેને લગ્ન માટે મજબૂર કરવામાં આવે છે. છોકરીના પરિવાર એવો જમાઈ ઇચ્છે છે જે ભણેલો-ગણેલો હોય, નોકરી કરતો હોય, ભવિષ્ય સુરક્ષિત હોય. બિહારમાં એવી છોકરીઓની કમી છે જેમના પર કરિયાવર ખૂબ ઓછું માગવામાં આવે છે. કેટલાક પરિવારોને કરિયાવર ચૂકવવાથી સારું અપહરણ લાગે છે અને તેમની મંશા મુજબનો જમાઈ મળી જાય છે. સમજશાસ્ત્રીઓ મુજબ, બિહારમાં પકડોઆ લગ્નનું ચલણ 70ના દશકમાં ઉદ્દભવ્યું. 80-90ના દશકમાં તો આ કુપ્રથા આખા બિહારમાં ચરમ પર હતી. મગધ અને મિથિલાંચલ ક્ષેત્રમાં તો આખી ઇન્ડસ્ટ્રી ચાલવા લાગી. રાજ્ય ગુના રેકોર્ડ બ્યૂરો મુજબ, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020 વચ્ચે રહ્યામાં બળજબરીપૂર્વક લગ્નના 7,194 ઘટના, વર્ષ 2019માં 10,925, વર્ષ 2018માં 10,310, વર્ષ 2017માં 8,972 ઘટનાઓ નોંધાઈ છે.


પકડોઆ લગ્નનું કારણ શું છે?

પકડોઆ લગ્નનું કારણ શું છે?

બિહારમાં પકડોઆ લગ્ન પાછળ કુશળ યુવાનોની કમી તો છે જ, કરિયાવર પણ મોટું કારણ છે. દેશના સૌથી પછાત રાજ્યોમાં સામેલ બિહારના મોટા ભાગના પરિવારોની સ્થિતિ એવી નથી કે તેઓ કરિયાવર આપી શકે. છોકરી સુંદર પણ હોવી જોઈએ, ત્યારે જ છોકરા અને તેના પરિવારને પસંદ આવશે. બિહારમાં વરરાજાઓનો બજાર લાગે છે. ડૉક્ટર, એન્જિનિયર, બેન્ક અધિકારીઓ માટે કરોડો રૂપિયાનું કરિયાવર આપવામાં આવે છે. હાલના પકડોઆ લગ્નના કેસમાં પ્રેમ પ્રસંગની વાત પણ સામે આવવા લાગી છે. છોકરો જાણે છે કે તેના માતા-પિતા કરિયાવર વિના નહીં માને. તો તે છોકરીના પરિવારને કહે છે કે બળજબરીપૂર્વક લગ્ન કરાવી દો, જેથી સાંપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. જો કે એવું ખૂબ ઓછું જોવા મળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top