POK : 'આર પાર જોડ દો, કારગિલ કો ખોલ દો', PoKમાં નાપાકનો વિરોધ, લોકોએ કહ્યું, "અમને ભારત સાથે જો

POK : 'આર પાર જોડ દો, કારગિલ કો ખોલ દો', PoKમાં નાપાકનો વિરોધ, લોકોએ કહ્યું, "અમને ભારત સાથે જોડી દો'

01/13/2023 National

SidhiKhabar

SidhiKhabar

POK : 'આર પાર જોડ દો, કારગિલ કો ખોલ દો', PoKમાં નાપાકનો વિરોધ, લોકોએ કહ્યું,

નેશનલ ડેસ્ક : પાકિસ્તાનમાં મોંઘવારીથી લોકોની હાલત ખરાબ થઈ રહી છે. ભૂખમરો અને ગરીબીથી જનતા પીડાઈ રહી છે. આ તમામની વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoK ગિલગિત બાલ્ટિસ્તાનથી પણ પાકિસ્તાન વિરોધી નારાઓ લાગી રહ્યાં છે. PoKનાં લોકો પણ પાકિસ્તાન સરકાર પર તેમની સાથે ભેદભાવનો ગંભીર આરોપ મૂકી રહી છે. લોકો PoKને ભારત સાથે જોડવાનાં નારાઓ લગાવી રહ્યાં છે.


'આર પાર જોડ દો, કારગિલ ખોલ દો'

PoK ગિલગિત બાલ્ટિસ્તાનમાં આજકાલ લોકો પાકિસ્તાન સરકારનાં વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે અને જુલૂસ કાઢી રહ્યાં છે. PoKનાં લોકોની માંગ છે કે તેમને ભારતનાં લદ્દાખ ક્ષેત્રમાં જોડાવું છે. આ માંગનો અવાજ બુલંદ થતાં જ પાકિસ્તાન સરકારની આંખો ખુલી છે. પ્રદર્શનકારીઓનાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. રેલીમાં લોકો કારગીલ રોડને ખોલવાની માંગ કરી રહ્યાં છે. તેઓ નારા લગાવી રહ્યાં છે કે 'આર પાર જોડ દો, કારગિલ ખોલ દો'.


રોટીનાં ટૂકડા માટે તડપી રહ્યાં છે લોકો

પાકિસ્તાનમાં મોંઘવારીનાં લીધે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડી રહ્યો છે. લોટ સહિત ખાદ્ય પદાર્થોનાં ભાવ આસમાને છે જેનાં લીધે લોકો ભૂખથી પડાઈ રહ્યાં છે. તો આ તમામની વચ્ચે PoKની જનતાનો પાકિસ્તાન સરકાર પર આરોપ છે કે સરકારે તેમની સાથે ભેદભાવ કર્યો છે.


પાકિસ્તાની નેતાઓનાં ખિસ્સા ભારે

એક તરફ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા તૂટી પડી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાની સેના અને અહીંના રાજનેતાઓ અરબોમાં કમાણી કરી રહ્યાં છે. પાકિસ્તાનનાં મોટા ભાગનાં નેતાઓની વિદેશોમાં પણ અનેક સંપત્તિઓ છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનાં નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરોનું ક્લેમ છે કે માત્ર 28 વર્ષમાં શાહબાજ શરીફનાં પરિવારની સંપત્તિ 21 લાખ રૂપિયાથી વધીને 700 કરોડ પાકિસ્તાની રૂપિયાથી પર પાર થઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top