વડનગરના જે રેલવે સ્ટેશન ઉપર પોતે ચા વેચી હતી, આજે ખુદ તેના પુનર્નિર્માણનું ઉદ્ઘાટન કરશે મોદી

વડનગરના જે રેલવે સ્ટેશન ઉપર પોતે ચા વેચી હતી, આજે ખુદ તેના પુનર્નિર્માણનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી

07/16/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વડનગરના જે રેલવે સ્ટેશન ઉપર પોતે ચા વેચી હતી, આજે ખુદ તેના પુનર્નિર્માણનું ઉદ્ઘાટન કરશે મોદી

વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના વતન વડનગર (Vadnagar) ખાતેના નવીનીકરણ પામેલા રેલ્વે સ્ટેશનનું (Railway Station) ડિજીટલ માધ્યમથી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ એ જ રેલવે સ્ટેશન છે જ્યાં તેઓ બાળપણમાં ચા વેચતા હતા. આ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. પીએમ મોદી સ્વયં તેનું લોકાર્પણ કરશે.

વડનગરના આ રેલવે સ્ટેશન ઉપર નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીની (Damodardas Modi) ચાની દુકાન હતી. જ્યાં બાળપણમાં મોદી પણ ચા વેચતા હતા. જેનો તેઓ પોતે અનેક વખત જાહેર કાર્યક્રમો અને ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કરી ચુક્યા છે. આ રેલવે સ્ટેશન હવે નવા રંગરૂપમાં બનાવવામાં આવ્યું છે પરંતુ વડાપ્રધાનના પિતાની દુકાન હજુ પણ ત્યાં રાખવામાં આવી છે.


વડનગરના આ રેલવે સ્ટેશન તેના માર્ગના મુખ્ય સ્ટેશનો પૈકીનું એક છે. જેને વડનગર-પાટણ-મોઢેરા હેરિટેજ સર્કિટ હેઠળ બનાવવામાં આવ્યું છે. સ્ટેશનની ઈમારતમાં પથ્થરનું નકશીકામ કરવામાં આવ્યું છે અને પ્રવેશ અને નિકાસ દ્વારને વાસ્તુશિલ્પ રૂપે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન સાથે જ હવે વડનગર બ્રોડ ગેજ લાઈનના માધ્યમથી દેશના બાકીના ભાગ સાથે જોડાઈ જશે. પશ્ચિમ રેલ્વેના એક અધિકારી દીપક કુમાર ઝાએ મીડિયાને જણાવ્યું કે વડનગર હેરિટેજ સર્કિટમાં આવે છે, જેથી સ્ટેશનની ઈમારતને ૮.૫ કરોડ રૂપિયાના ખર્ચે હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે.


તેમણે આગળ જણાવ્યું કે, વરેથા મહેસાણા જિલ્લાનું એક નાનું ગામ છે અને પ્રસિદ્ધ તરંગા હિલ નજીક આવેલું છે, જે એક લોકપ્રિય પર્યટક સ્થળ અને ધાર્મિક સ્થળ છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી મહેસાણા સ્ટેશન તારંગા હિલ સાથે મીટર ગેજ રેલ્વે લાઈનના માધ્યમથી જોડાયેલું હતું. પરંતુ તારંગા હિલ સુધી બ્રોડ ગેજ લાઈન પાથરવી તકનીકી રીતે શક્ય ન હોવાથી ગેજ હિલથી ૩ કિમી પહેલા વરેથા સુધી બદલી નાંખ્યો. પીએમ આ ૫૪ કિમીના ખંડનું પણ ઉદ્ઘાટન કરશે, જેને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગ્રેજી લેખક એન્ડી મરીનોને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ચા વેચતો હતો, તમે એક નાના છોકરાની કલ્પના કરી શકો જે મુસાફરોને ચા આપી પૈસા લેતો હોય. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, ‘નરેન્દ્ર શાળાએથી છૂટીને સીધા પિતાની ચાની દુકાને પહોંચી જતા હતા. જાણે કે, ચા વેચવાનું કામ તેમને અત્યંત પ્રિય હોય અને રેલ્વે મુસાફરોને ચા આપવા કરતા તેમને કોઈ કામમાં આટલો આનંદ મળતો ન હોય.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top