વડોદરા આવવાનું ખૂબ મન થાય, મને દીકરાની જેમ સાચવ્યો, દુલાર આપ્યો: PM મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેઓ સવારથી વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ નાગરિકોને સંબોધિ રહ્યાં છે. સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લીધા બાદ પીએમ મોદી અત્યારે છોટાઉદેપુરના બોડેલી ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ તેઓ અત્યારે વડોદરા ખાતે પહોંચ્યા છે, જ્યાં મધ્ય ગુજરાતની મહિલાઓ PM મોદીનું અભિવાદન કર્યું હતું.
લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની મહિલાઓ PM મોદીનું આભાર માની અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનંત્રી મોદીએ જણાવ્યું કે, , વડોદરામાં ગણેશ ઉત્સવોની ધૂમ હોય તેમજ નવરાત્રિની તૈયારીઓ ચાલતી હોય તેવા સમય લાખો બહેનોનો આશીર્વાદ લેવાનો મારા માટે અવસર હોય તેવા પ્રસંગે મારા દરેક બહેનોના ચરણોમાં કોટી વંદન તેમણે કહ્યું કે, સ્વભાવિક રીતે વડોદરા આવવાનું મન થાય જ અને વડોદરાને યાદ કરૂ એટલે એમ લાગે કે મારા જીવનના ઘડતરમાં અનેક પરિબળોમાં યોગદાન રહ્યું હશે, પરંતુ વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છે. ગુજરાતની મહિલાને-નારી શક્તિને મુશ્કેલીમાંથી બહાર નીકાળવામાં આપણે સફળ થયા છીએ તેનુ ગર્વ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગુજરાતની માતા-બહેનોની ઈચ્છા શક્તિએ ગુજરાતનું ભાગ્ય બદલી નાંખ્યું છે. ગુજરાતમાં વિમન્સ ડેવલોપમેન્ટની સફળતાએ વિકસિત ભારતના સ્વપનાઓનું ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે. ગુજરાતમાં જે યોજનાઓ બનાવી જે અભિયાનો ચલાવ્યા તે 2014 પછી આપે મને દિલ્હી મોકલ્યો તો જોડે જોડે અનુભવનો ભાથુ પણ આપ્યો અને જે ભાથું મને રાષ્ટ્રીય યોજનાઓ નિર્ધારિત કરવામાં લેખે લાગ્યું. ગુજરાતમાં દીકરીઓને શિક્ષણ મળે તે માટે કન્યા કેળવણી યાત્રા શરૂ કરી હતી.
પ્રધાનમંત્રી એ પોતાનાં ભવિષ્યના આયોજન વિશે જણાવ્યું કે અમે સખી મંડળની બહેનોને ડ્રોન ઉડાડતા શીખવવા માંગીએ છીએ. જેથી આ બેહેનો ભવિષ્યમાં ડ્રોન વડે ખેતરોમાં દવા નો છંટકાવ કરી શકે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp