ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મ ગુરુનું નિધન, પોપ ફ્રાન્સિસે 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Pope Francis Passes Away: કિડનીની બીમારીથી પીડિત પોપ ફ્રાન્સિસનું નિધન થઈ ગયું છે. વેટિકને એક વીડિયો સંદેશમાં આ માહિતી આપી છે. નિવેદનમાં જણાવાયું છે કે રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું નિધન થઈ ગયું છે.
પોપ 88 વર્ષના હતા અને કિડનીની બીમારીથી પીડિત હતા. તાજેતરમાં, ઘણા દિવસો સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ, તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. પોપ ફ્રાન્સિસ તાજેતરમાં ડબલ ન્યૂમોનિયાની ગંભીર બીમારીથી પીડિત હતા.
કાર્ડિનલ કેવિન ફેરેલે આજે વેટિકન ટી.વી. પર પોપના મૃત્યુની જાહેરાત કરી હતી. ફેરેલે કહ્યું કે, ‘પ્રિય ભાઈઓ અને બહેનો, ખૂબ જ દુઃખ સાથે મને આપણા પોપ ફ્રાન્સિસના નિધનની જાહેરાત કરવી પડી રહી છે. આજે સવારે 7:35 વાગ્યે રોમના બિશપ ફ્રાન્સિસનું નિધન થઈ ગયું.’
Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2 — Vatican News (@VaticanNews) April 21, 2025
Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp