યુરોપના અનેક દેશોમાં વીજળી ગૂલ, આ 4 દેશોમાં બ્લેકઆઉટ; ઠપ્પ થઈ મેટ્રો અને હવાઈ સેવાઓ, જુઓ વીડિયો

યુરોપના અનેક દેશોમાં વીજળી ગૂલ, આ 4 દેશોમાં બ્લેકઆઉટ; ઠપ્પ થઈ મેટ્રો અને હવાઈ સેવાઓ, જુઓ વીડિયો

04/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

યુરોપના અનેક દેશોમાં વીજળી ગૂલ, આ 4 દેશોમાં બ્લેકઆઉટ; ઠપ્પ થઈ મેટ્રો અને હવાઈ સેવાઓ, જુઓ વીડિયો

યુરોપના ઘણા દેશોમાં બ્લેકઆઉટ થઈ ગયું છે. ફ્રાન્સ, સ્પેન, પોર્ટૂગલ અને બેલ્જિયમમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. એવા પણ સમાચાર છે કે વીજળી ગુલ થવાને કારણે હવાઈ અને મેટ્રો સેવાઓ પ્રભાવિત થઈ છે. જેના કારણે જનતાને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વીજળી કેમ કપાઈ, તેનું કારણ હાલમાં તપાસવામાં આવી રહ્યું છે. પરંતુ સાથે જ એવું માનવામાં આવે છે કે આ એક સાયબર હુમલો પણ હોઈ શકે છે.


નેશનલ ગ્રીડ ઓપરેટરે જાહેર કર્યું નિવેદન

નેશનલ ગ્રીડ ઓપરેટરે જાહેર કર્યું નિવેદન

સ્પેનના રાષ્ટ્રીય ગ્રીડ ઓપરેટર 'રેડ ઇલેક્ટ્રિકા'એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે દેશભરમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને અનેક નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પોર્ટૂગલના ગ્રીડ ઓપરેટર 'ઇ-રેડેસે'એ પણ જણાવ્યુ કે, આ સંકટ યુરોપિયન પાવર ગ્રીડમાં આવેલી સમસ્યાને કારણે ઉત્પન્ન થયું છે. આ બ્લેકઆઉટના કારણે માત્ર પરિવહન સેવાઓ જ નહીં, પરંતુ અન્ય મોટા આયોજનો ઘટનાઓ પણ ખોરવાઈ ગયા. મેડ્રિડમાં યોજાતી વાર્ષિક ક્લે-કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ, મેડ્રિડ ઓપનને પણ અસર થઈ છે. વીજળી ગુલ થવાને કારણે ઘણી મેચો મુલતવી રાખવી પડી.


જ્યારે આખું ઇટાલી અંધકારમાં ડૂબી ગયું હતું

જ્યારે આખું ઇટાલી અંધકારમાં ડૂબી ગયું હતું

આ અગાઉ પણ યુરોપમાં નાની-નાની ટેક્નિકલ ખામીઓને કારણે મોટા પ્રમાણમાં બ્લેકઆઉટ થયા છે. વર્ષ 2003માં, સ્વિત્ઝરલેન્ડમાં એક ઝાડથી વીજળીની લાઇન કપાયા બાદ આખું ઇટાલી અંધકારમાં ડૂબી ગયું હતું. એટલે, આ વખતે પણ ટેક્નિકલ સમસ્યા અથવા સાયબર હુમલાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top