PUBG વાલા પ્રેમ: એક પુત્રની માતાને PUBG રમતા-રમતા થઈ ગયો પ્રેમ, પછી પતિને 55 ટુકડા કરીને ડ્રમમાં ભરવાની આપી ધમકી
PUBG Addict Woman Leaves Husband and Kid: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઓનલાઈન ગેમ PUBGએ એક પરિવારને તબાહ કરી દીધો. આ મામલો સિટી કોતવાલી વિસ્તારના ભાટીપુરા વિસ્તારનો છે. અહીં રહેતી 30 વર્ષીય શીલુ રૈકવાર મીઠાઈ બનાવવાનું કામ કરે છે. વર્ષ 2022મા શીલુના લગ્ન બાંદા જિલ્લાની આરાધના સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ આરાધનાને PUBGની લત લાગી ગઈ. ગેમ રમતા-રમતા લુધિયાણાના શિવમ નામના યુવક સાથે તેની ઓનલાઈન મિત્રતા થઈ, જે પાછળથી પ્રેમમાં ફેરવાઈ ગઈ.
શીલુના જણાવ્યા મુજબ, તે આખો દિવસ દુકાન પર રહેતો હતો, જ્યારે તેની પત્ની ઘર પર PUBG રમતી હતી. ધીમે-ધીમે તેણે પતિથી દૂરી બનાવવાની ચાલુ કરી દીધી.. તે ઝઘડો કરતી હતી અને બાળકને મારીને ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ કરતી હતી. માસૂમ દોઢ વર્ષના પુત્રના શરીર પર અત્યારે પણ ઈજાના નિશાન છે. જ્યારે પતિએ સમજાવવાનો પ્રયાસ કર્યો, તો આરાધનાએ તેને મારી નાખવાની ધમકી આપી. તેણે કહ્યું કે, જો તેનો પતિ તેમની વચ્ચે આવશે તો તેને 55 ટુકડામાં કાપીને ડ્રમમાં ભરી દેશે.
ત્યારબાદ અચાનક 900 કિમી દૂરથી તેનો પ્રેમી શિવમ તેના ઘરે પહોંચ્યો અને હોબાળો મચાવ્યો. આરાધનાએ તેના પ્રેમી સાથે જવાની જિદ પકડી લીધી. આખરે શીલુએ પોતાની અને પોતાના પુત્રની સુરક્ષા માટે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે શિવમને શાંતિ ભંગ કરવા બદલ શિવમનું ચલણ ફાડ્યું. આરાધનાએ પતિ અને પુત્રને છોડીને શિવમ સાથે જવાનો નિર્ણય લીધો. હાલમાં, શીલુ તેના પુત્ર સાથે રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp