ચૂંટણી પરિણામો પર સાચી સાબિત થઈ રાહુલ ગાંધીની ભવિષ્યવાણી, પિયુષ ગોયલે ટ્વીટ કર્યો વીડિયો

ચૂંટણી પરિણામો પર સાચી સાબિત થઈ રાહુલ ગાંધીની ભવિષ્યવાણી, પિયુષ ગોયલે ટ્વીટ કર્યો વીડિયો

12/03/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

ચૂંટણી પરિણામો પર સાચી સાબિત થઈ રાહુલ ગાંધીની ભવિષ્યવાણી, પિયુષ ગોયલે ટ્વીટ કર્યો વીડિયો

4 રજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ 4 રાજ્યોમાંથી 3માં ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે તો માત્ર તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. જીતને જોતાં ભાજપના નેતા સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધીનું એક જૂનું નિવેદન શેર કર્યું છે, જેમાં તેઓ ભૂલથી પોતાની પાર્ટીની સરકાર જવાની વાત કહી રહ્યા છે.


કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો વીડિયો:

લગભગ એક મહિના અગાઉ રાહુલ ગાંધી એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી ભૂલથી બોલી ગયા હતા કે રાજસ્થાનમાં પણ સરકાર જઈ રહી છે અને છત્તીસગઢમાં પણ સરકાર જઈ રહી છે. જો કે રાહુલ ગાંધીને થોડા સમયમાં અનુભવ થયો કે આ બંને રાજ્યોમાં અત્યારે તેમની જ પાર્ટીની સરકાર છે અને તેમણે પોતાની ભૂલ સુધરતા કહ્યું હતું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર આવી રહી છે અને મધ્ય પ્રદેશમાં તેમની સરકાર છે જે જઈ રહી છે, પરંતુ રાહુલ ગાંધીના આ નિવેદનની એક નાનકડી ક્લિપ વાયરલ થઈ ગઈ હતી. હવે પરિણામ લગભગ સ્પષ્ટ થઈ રહ્યા છે તો ભાજપ નેતા પિયુષ ગોયલે રાહુલ ગાંધીના જૂના નિવેદનની અડધી ક્લિપ અપલોડ કરીને તેમના પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ નેતાનું નિવેદન શેર કરતાં તેમણે લખ્યું હતું કે રાહુલજીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ગઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top