પાકિસ્તાનમાં ફરી કંઇક નવા-જૂની થવાની? પાકિસ્તાની સેનામાં જ ઉઠ્યા બળવાના સૂર, જૂનિયર અધિકારીઓએ..

પાકિસ્તાનમાં ફરી કંઇક નવા-જૂની થવાની? પાકિસ્તાની સેનામાં જ ઉઠ્યા બળવાના સૂર, જૂનિયર અધિકારીઓએ..

03/27/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં ફરી કંઇક નવા-જૂની થવાની? પાકિસ્તાની સેનામાં જ ઉઠ્યા બળવાના સૂર, જૂનિયર અધિકારીઓએ..

 Pakistan Army Chief Asim Munir: પાડોશી દેશ પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી.. પાકિસ્તાન પહેલાથી જ ઘણા મુદ્દાઓ પર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને હવે તેના પર બીજી એક વિપત્તિ આવી પડી છે. પાકિસ્તાની સેનાના જુનિયર અધિકારીઓએ આર્મી ચીફ અસીમ મુનીર વિરુદ્ધ બ્યૂગલ ફૂકી દીધું છે અને તેમની પાસે ખુલ્લેઆમ રાજીનામાની માંગ કરી નાખી છે. અધિકારીઓએ અસીમ મુનીરને રાજીનામું આપવા અથવા પરિણામો ભોગવવા તૈયાર રહેવા ચેતવણી આપી છે.

મીડિયાના અહેવાલ મુજબ, જુનિયર અધિકારીઓએ રાજીનામાની માગણી કરતો પત્ર લખ્યો છે. મુનીર પર લશ્કરને રાજકીય ઉત્પીડન અને વ્યક્તિગત બદલાના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ હતો. કર્નલ, મેજર, કેપ્ટન અને જવાનો દ્વારા લખાયેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે મુનીરના નેતૃત્વએ પાકિસ્તાનને 1971ની જેમ જ ખાડામાં ધકેલી દીધું હતું, જ્યારે દેશને ભયંકર હારનો સામનો કરવો પડ્યો હતો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.


જુનિયર અધિકારીઓના પત્રમાં શું લખ્યું છે?

જુનિયર અધિકારીઓના પત્રમાં શું લખ્યું છે?

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "આ કોઈ દલીલ નથી. આ કોઈ સમાધાન નથી. આ તમારું 1971 છે, જનરલ, અને અમે તમને તેના છાયામાં દફન થવા નહીં દઈએ. અધિકારીઓએ મુનીર પર રાજનીતિક અસહમતિને દબાવવા, પત્રકારોને ચૂપ કરાવવા અને લોકતાંત્રિક તાકતોને કચડીને સૈન્યની પ્રતિષ્ઠાને નષ્ટ કરવાનો આરોપ મૂક્યો છે. આ પત્રમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને હટાવ્યા થયેલી કાર્યવાહી અને 2024ની ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓનો પણ ઉલ્લેખ છે.


વહેલી તકે આપો'રાજીનામું

વહેલી તકે આપો'રાજીનામું

પત્રમાં લખ્યું છે કે, "આ પાકિસ્તાન સશસ્ત્ર દળોનો અવાજ છે. કર્નલ, મેજર, કેપ્ટન અને જવાનો જેમણે તમને અમારી સંસ્થા, અમારા રાષ્ટ્ર અને અમારા સન્માનને ખાડામાં ખેંચતા જોયા છે. તમારો સમય પૂરો થઈ ગયો છે. તાત્કાલિક રાજીનામું આપો, નહિંતર જરૂર પડ્યે બળજબરીથી તમે જે ચોરી કર્યું છે તે અમે પાછું લઈશું." ટોચના ગુપ્તચર સૂત્રોએ પત્રની પુષ્ટિ કરી છે અને તેને ન માત્ર બળવો, પરંતુ પાકિસ્તાનની સૌથી શક્તિશાળી સંસ્થા માટે અસ્તિત્વનું જોખમ ગણાવ્યું છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો મુનીર પદ પદ નહીં છોડે, તો સેના પોતે જ કાર્યવાહી કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top