યુદ્ધની સ્થિતિ વચ્ચે એસ. જયશંકરે ઈરાન અને ઈઝરાયેલના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી! જહાજમાં ફસાયેલા

યુદ્ધની સ્થિતિ વચ્ચે એસ. જયશંકરે ઈરાન અને ઈઝરાયેલના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી! જહાજમાં ફસાયેલા 17 ભારતીયોની પણ...

04/15/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

યુદ્ધની સ્થિતિ વચ્ચે એસ. જયશંકરે ઈરાન અને ઈઝરાયેલના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી! જહાજમાં ફસાયેલા

Iran Israel War : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે તેમના ઇઝરાયેલી સમકક્ષ ઇઝરાયેલ કાત્ઝ અને ઇરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દુલ્લાયાન સાથે ટેલિફોન પર વાત કરી હતી અને બંને દેશો વચ્ચેની અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈરાને શનિવારે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડીને હુમલો કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.


ઈઝરાયેલના શંકાસ્પદ હવાઈ હુમલામાં

ઈઝરાયેલના શંકાસ્પદ હવાઈ હુમલામાં

દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના શંકાસ્પદ હવાઈ હુમલામાં બે જનરલો સહિત ઈરાનના 'રિવોલ્યુશનરી ગાર્ડ'ના સાત જવાનોના મોત થયાની ઘટનાના જવાબમાં ઈરાને શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે તેમણે હમણાં જ ઇઝરાયેલના વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝ સાથે વાતચીત કરી છે. મેં ગઈકાલના વિકાસ પર મારી ચિંતા શેર કરી. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિની ચર્ચા કરી. સંપર્કમાં રહેવા સંમત થયા.



17 ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું

17 ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું

જહાજમાં ફસાયેલા 17 ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તે મહત્વનું છે કે વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં આવે. શનિવારના રોજ ઈરાનની સેનાએ હોર્મુઝની સ્ટ્રેટ નજીક ઈઝરાયેલ સાથે જોડાયેલા એક માલવાહક જહાજને કબજે કર્યું હતું. જહાજમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. પોર્ટુગીઝ ફ્લેગ શિપ 'MSC Aries' પર સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત ઈરાનના સંપર્કમાં છે. વિદેશ પ્રધાન જયશંકરે રવિવારે તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દુલ્લાયાન સાથે વાત કરી અને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજમાં સવાર 17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માંગ કરી. ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન-ઈઝરાયેલ દુશ્મનાવટના સંદર્ભમાં વધતા તણાવને ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું.



લીલી ઝંડી આપી દીધી

લીલી ઝંડી આપી દીધી

ભારત સરકારે ઈરાન દ્વારા પકડાયેલા ઈઝરાયેલના જહાજમાં સવાર 17 ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ હવે ઈરાન સરકારે આ ભારતીયોની ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી આપી દીધી છે.ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાનું કહેવું છે કે, તેહરાન ટૂંક સમયમાં જ ભારતીય સરકારી અધિકારીઓને MSC Aries જહાજમાં સવાર ભારતીયોને મળવાની મંજૂરી આપશે. ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે, તેમની સરકાર પકડાયેલા જહાજની વિગતો એકઠી કરી રહી છે. 17 ભારતીયો સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક અંગેની માહિતી ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top