BJP નેતા સંગીત સોમે કબૂલ્યુ- તેમણે અધિકારીને ધમકાવ્યા હતા, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં BJP નેતા સંગીત સોમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે અધિકારીઓને જાહેરમાં ચપ્પલથી મારવાની ધમકી આપી છે. સંગીત સોમે કહ્યું કે જો અધિકારીઓ યોગ્ય રીતે કામ નહીં કરે અને જો કાયદાનું પાલન નહીં કરો, તો હું તમને જાહેરમાં ચપ્પલથી મરાવીશ. સંગીત સોમનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના જવાબમાં તેમણે આ વાત કહી છે.
ઇન્ડિયા ટૂડેના ઇનપુટ મુજબ, ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમ 29 સપ્ટેમ્બરના રોજ મુરાદાબાદમાં કુંદરકી વિધાનસભા પહોંચ્યા હતા. અહીં ક્ષત્રિય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત સોમે જણાવ્યું હતું કે, એક ઓડિયો ચાલી રહ્યો હતો. ઘણા પત્રકાર મિત્રો પૂછતા હતા કે સાહેબ, તમે એક અધિકારીને ધમકાવ્યા. જો અન્ય કોઇ નેતા હોત તો કહેતા કે આ અવાજ મારો નથી, પણ મેં કહ્યું કે હા મેં ધમકી આપી હતી. જ્યારે તેમણે પૂછ્યું કે તેમણે કેમ ધમકાવ્યા, તો મેં કહ્યું કે ઓછા ધમકાવ્યા. જો તમે યોગ્ય રીતે કામ નહીં કરો તો હું તમને જાહેરમાં ચપ્પલથી મરાવીશ.
"हां मैंने अधिकारी को धमकाया, कम धमकाया। काम नहीं करेंगे तो पब्लिक से जूतों से भी पिटवाऊंगा"BJP के पूर्व विधायक संगीत सोम ने आज मुरादाबाद में कहा... https://t.co/4Q5RGkTRoZ pic.twitter.com/gbtPhDjPIM — Sachin Gupta (@SachinGuptaUP) September 29, 2024
"हां मैंने अधिकारी को धमकाया, कम धमकाया। काम नहीं करेंगे तो पब्लिक से जूतों से भी पिटवाऊंगा"BJP के पूर्व विधायक संगीत सोम ने आज मुरादाबाद में कहा... https://t.co/4Q5RGkTRoZ pic.twitter.com/gbtPhDjPIM
સપા પ્રમુખ અખિલેશ યાદવે X પર સંગીત સોમનો એક ઓડિયો શેર કર્યો છે. જેમાં તેઓ એક અધિકારીને ધમકી આપી રહ્યા છે. અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા લખ્યું કે, ભાજપના નેતાની ધમકીપૂર્ણ અભદ્ર ભાષા કોનાથી પ્રેરિત છે તે કહેવાની જરૂર છે? જેવી સોબત હોય છે, તેવી કોઇની વાણી પણ.
આ મામલો મેરઠમાં શેરડી સમિતિની ચૂંટણી સાથે જોડાયેલો છે. ચૂંટણીમાં ખેડૂતોના ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરઘનાના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમે એ.આર. કો-ઓપરેટિવ દીપક થરેજાને ફોન પર ધમકી આપી હતી. સંગીત સોમે કહ્યું હતું કે, સાંજે 5 વાગ્યા પછી તમે કોઇનું નામાંકન કેવી રીતે રદ કરશો અથવા સ્વીકારશો? મારે જે કહેવું છે તે સાંભળો. જો જરાંય ગરબડ થઇ તો મગજ ઠેકાણે લાવી દઇશ. ઓફિસમાંથી ઉપાડી લાવીશ અને હું મગજ સાફ કરી દઇશ.
તમે એટલી એક્ટિંગમાં વાતો કરશો. તમને શરમ નથી આવતી? તમે કોની સાથે વાત કરી રહ્યા છો તેની કાળજી રાખજો માનનીય એઆર. બસ મારે ત્રીજી આંખ ખોલવી ન પડે. ઉલ્લેખનીય છે કે કુંદરકી વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટ પર ક્ષત્રિયો ભાજપથી નારાજ છે. તેથી ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિયોને મનાવવાની જવાબદારી સંગીત સોમને સોંપવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp