મેહુલ ચોક્સીની જામીન અરજી પર બેલ્જિયમ કોર્ટે કરી સુનાવણી, જાણો શું બોલ્યો ભાગેડું

મેહુલ ચોક્સીની જામીન અરજી પર બેલ્જિયમ કોર્ટે કરી સુનાવણી, જાણો શું બોલ્યો ભાગેડું

04/23/2025 World

SidhiKhabar

SidhiKhabar

મેહુલ ચોક્સીની જામીન અરજી પર બેલ્જિયમ કોર્ટે કરી સુનાવણી, જાણો શું બોલ્યો ભાગેડું

પંજાબ નેશનલ બેંક (PNB)ના 13,000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મેહુલની જામીન અરજી ફગાવી દીધી હતી. 3 ન્યાયાધીશોની બેન્ચે જામીન અરજી પરની દલીલો વિગતવાર સાંભળી.


કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું?

કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું?

મેહુલ ચોક્સીએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેની તબિયત સારી નથી. એટલે તેને જામીન આપી દેવા જોઈએ. મેહુલે કહ્યું કે, તે પોતાના પરિવાર સાથે રહેવા માગે છે. તે કોઈપણ શરત માનવા તૈયાર છે. હું GPS ટ્રેકિંગવાળું એન્કલેટ પહેરવા પણ તૈયાર છું. જોકે, કોર્ટે મેહુલની દલીલો સ્વીકારી નહોતી અને જામીન અરજી ફગાવી દીધી હતી.

મેહુલ ચોક્સીની 12 એપ્રિલ 2025ના રોજ બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતે ચોક્સીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમને ઔપચારિક અનુરોધ મોકલ્યો છે. ચોક્સીની ધરપકડ કરવામાં આવી ત્યારે તે સારવારના બહાને બેલ્જિયમથી સ્વિત્ઝર્લૅન્ડ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.


મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં શું અવરોધો છે?

મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં શું અવરોધો છે?

વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું, તેના પ્રત્યાર્પણ માટે પ્રારંભિક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ આ પ્રક્રિયા લાંબી હશે. મને નથી લાગતું કે તેને આટલી જલદી ભારત લાવી શકાય. બેલ્જિયમમાં, સંબંધિત મંત્રાલય તરફથી વહીવટી આદેશની જરૂર પડશે, જે કોર્ટના આદેશને આધીન રહેશે. મેહુલને ત્યારે જ ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે જો મેહુલે ભારતમાં કરેલો ગુનો બેલ્જિયમમાં પણ સજાપાત્ર ગણાય. બીજી તરફ, મેહલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો છે, અને દાવો કર્યો છે કે રાજકીય ગુના અપવાદ કેસી છૂટનો ક્લોઝ લાગૂ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top