1 કરોડથી વધુની ઈન્કમ ટેક્સની નોટિસ

સિક્યોરિટી ગાર્ડને મળી 1 કરોડથી વધુની ઇનકમ ટેક્સની નોટિસ, જાણો શું છે મામલો

02/04/2023 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

1 કરોડથી વધુની ઈન્કમ ટેક્સની નોટિસ

મુંબઈને અડીને આવેલા કલ્યાણમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સિક્યોરિટી ગાર્ડને 1 કરોડથી વધુની ઈન્કમ ટેક્સની નોટિસ મળી છે. આ નોટિસ મેળવનાર વ્યક્તિ પણ આશ્ચર્યચકિત છે. નોટિસ મેળવનાર આ 56 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું નામ ચંદ્રકાંત વરક છે. જ્યારે વરકને આ સૂચના મળી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વરક કહે છે કે તેણે ટીવી પર માત્ર ટેક્ષની રકમ જ જોઈ છે જે તેને ભરવા માટે કહેવામાં આવે છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રકાંત વરક તેની બહેન સાથે કલ્યાણના ઠાકરપાડા વિસ્તારમાં જૈન ચાલમાં રહે છે. સિક્યુરિટી ગાર્ડ સિવાય વરક હાઉસ કીપિંગ અથવા કુરિયર બોય તરીકે કામ કરે છે. આ બધામાંથી તે 10 હજાર સુધીની કમાણી કરે છે, જેનાથી તે પોતાનું ગુજરાન ચલાવે છે. વરકને 1 ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગ તરફથી 1 કરોડ 14 લાખ રૂપિયાની નોટિસ મળી હતી, જેના પછી તે નારાજ છે. વરકની વાર્ષિક આવક રૂ.1 લાખ 20 હજાર છે.


 જ્યારે ચંદ્રકાંત વરકને આ નોટિસ મળી ત્યારે તેઓ મૂંઝવણમાં પડી ગયા અને તેમણે ઘણી વખત ધ્યાનથી આંકડા વાંચવાનો પ્રયાસ કર્યો, આ નોટિસની ફરિયાદ કરવા આવકવેરા વિભાગની ઓફિસે પહોંચી અને આ અંગે પૂછપરછ કરી. ત્યાં જે જવાબ મળ્યો તે સાંભળીને તે વધુ ચોંકી ગયો. વરકને કહેવામાં આવ્યું હતું કે તેના પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરીને વિદેશમાં ખરીદી કરી હતી.

 

ચંદ્રકાંત વરકે કહ્યું કે આ સાંભળ્યા પછી શું કરવું તે સમજાયું નહીં. તેમણે અધિકારીઓને યોગ્ય રીતે તપાસ કરીને તેમને મુક્ત કરવા જણાવ્યું હતું. અધિકારીઓ દ્વારા વરકને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top