ઘૂંટણ પર બેસીને પાર્ટનરનો હાથ માંગવાનો ટ્રેન્ડ : જાણો ક્યાંથી આવી આ પ્રથા

ઘૂંટણ પર બેસીને પાર્ટનરનો હાથ માંગવાનો ટ્રેન્ડ : જાણો ક્યાંથી આવી આ પ્રથા

02/10/2022 Specials

SidhiKhabar

SidhiKhabar

ઘૂંટણ પર બેસીને પાર્ટનરનો હાથ માંગવાનો ટ્રેન્ડ : જાણો ક્યાંથી આવી આ પ્રથા

હાલમાં લગ્નપ્રસંગમાં દુલ્હા-દુલ્હન એકબીજાને ઘૂંટણ પર બેસીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી જીવનપર્યંત એકબીજાનો સાથ નિભાવવા માટે પ્રપોઝ કરે છે. બોલિવુડના અભિનેતાથી માંડીને સામાન્ય લોકો પણ તેમના લગ્નમાં આ ટ્રેન્ડ અનુસરે છે. પણ શું તમે જાણો છો કે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરવાની આ પ્રથા ક્યાંથી આવી?


ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરવું એ સમર્પણની નિશાની છે

ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરવું એ સમર્પણની નિશાની છે

એક અહેવાલ અનુસાર, આ પ્રથા મધ્યકાલીન યુગમાં શરૂ થઇ હતી. રાજાશાહી યુગમાં સારા કામ કરનાર લોકોને  નાઈટહુડ આપવામાં આવતો. તે દરમિયાન, જે વ્યક્તિને નાઈટહુડ મળે એરાજાની સામે ઘૂંટણિયે બેસી જતા હતા, જેને તેમના સમર્પણ, પ્રામાણિકતા અને આદરનું પ્રતીક માનવામાં આવતું હતું. એવું જાણવા મળ્યું છે કે ઘૂંટણિયે બેસીને પોતાની પસંદની કન્યાને લગ્નનો પ્રસ્તાવ મૂકવાની પરંપરા તે યુગથી શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે આ રીતે પ્રપોઝ કરવાથી પુરુષ જે તે સ્ત્રી પ્રત્યે સમર્પિત રહેશે,તેને પ્રેમ કરશે, તેના પ્રત્યે પ્રામાણિક રહેશે અને તેનું સન્માન જાળવશે.


જાણો આ પ્રથા વિશે બીજા લોકોની કઈ માન્યતા છે

એક મેગેઝીનના અહેવાલ મુજબ આ પ્રથા ‘મધ્યયુગ’ દરમિયાન પુરુષો એવી મહિલાઓને ઘૂંટણ પર બેસીને સન્માન આપતા હતા, જેમને તેઓ પોતાના કરતા ચડિયાતી માનતા, અને પોતાની કવિતાઓ અને કામો આવી સ્ત્રીઓને સમર્પિત કરતા હતા. 

તેમજ યુરોપિયન ઇતિહાસ મુજબ ‘ઘૂંટણ પર બેસવું’ એ પ્રાર્થના અને સેવાભાવ સાથે જોડતા હતા. કોઈ પ્રથામાં તો ભગવાનને ઘૂંટણ પર બેસીને જ પ્રાર્થના કરતા.


શું મહિલાઓ પણ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી શકે છે?

શું મહિલાઓ પણ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી શકે છે?

સવાલ એ થાય છે કે શું છોકરીઓ એ 'નીલ ડાઉન' થઈને પ્રપોઝ કર્યું હોય એવો કોઈ ઈતિહાસ છે? જોકે આ વાતને લઈને કોઈ ચોક્કસ ઉલ્લેખ કે ઘટનાઓ જોવા મળતી નથી. મહિલાઓ માત્ર 29 ફેબ્રુઆરીએ એટલે કે ચાર વર્ષમાં માત્ર એક દિવસ ઘૂંટણિયે બેસીને પોતાના પ્રેમીને પ્રપોઝ કરી શકે છે. વેબસાઈટ અનુસાર, આની પાછળની કથા એવી છે કે પાંચમી સદીમાં આયર્લેન્ડમાં સેન્ટ બ્રિગીડ નામની એક સાધ્વીએ 29 ફેબ્રુઆરીના દિવસે સેન્ટ પેટ્રિકને પ્રપોઝ કર્યું હતું. સેન્ટ પેટ્રિકે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે હવેથી મહિલાઓ તેમના પાર્ટનરને 29 ફેબ્રુઆરીએ પ્રપોઝ કરી શકશે. ત્યારથી કહેવાય છે કે છોકરીઓ પણ આ રીતે પોતાના પ્રેમીને પ્રપોઝ કરી શકે છે.

આમ તો, ઘણી ફિલ્મો અને શોમાં સ્ત્રી પાત્રો આવા અંદાજમાં જોવા મળે છે. સૌથી વધુ ચર્ચિત સીરીઝ'ફ્રેન્ડ્સ'ની મોનિકા તેના પાર્ટનર ચૅન્ડલરને આશ્ચર્યચકિત કરવા માટે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરે છે. અને આમજ અલગ અલગ અહેવાલ તેમજ ફિલ્મોથી પ્રેરિત આ ટ્રેન્ડ લોકો અતિશય રીતે ફોલો કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top