મુસ્લિમ મહિલાઓના ભરણ-પોષણ ભથ્થાને લઇને સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય લેતા કહ્યું કે, કોઈ પણ મુસ્લિમ તલાકી મહિલાઓ પતિ પાસે ભરણ-પોષણ ભથ્થાં માટે CRPCની કલમ 125 હેઠળ અરજી દાખલ કરી શકે છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહે નિર્ણય સંભળાવતા કહ્યું કે, મુસ્લિમ મહિલા ભરણ-પોષણ માટે કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તેઓ તેની સાથે સંબંધિત દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 125 CRPC હેઠળ અરજી દાખલ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કલમ બધી પરિણીત મહિલાઓ પર લાગૂ પડે છે, પછી તેનો ધર્મ કોઈ પણ હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ પ્રાવધાનનો સહારો લઇ શકે છે. મુસ્લિમ મહિલાઓ પોતાના પતિ વિરુદ્ધ કલમ 125 CRPC હેઠળ ભરણ-પોષણ માટે અરજી દાખલ કરી શકે છે. જો કે, જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન મસીહે અલગ અલગ નિર્ણય સંભળાવ્યા, પરંતુ બંનેનું મંતવ્ય સમાન છે. કોર્ટનું કહેવું છે કે, મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ 1986, હકીકતમાં સેલ્યુકર લૉને સાઇડ પર નહીં કરી શકાય.
ઘણા કેસમાં તલાકી મહિલાઓને ભરણ-પોષણ ભથ્થું મળી શકતું નથી કે મળે છે તો પણ ઈદ્દતની અવધિ સુધી. ઈદ્દત એક મુસ્લિમ પરંપરા છે. એ મુજબ જો કોઈ મહિલાને તેનો પતિ છૂટાછેડા આપે છે કે તેનું મોત થઇ જાય છે તો મહિલા ઈદ્દતની અવધિ સુધી બીજા લગ્ન નહીં કરી શકે. ઈદ્દતની અવધિ લગભગ 3 મહિના સુધી રહે છે. આ અવધિ પૂરી થયા બાદ તલાકી મુસ્લિમ મહિલા બીજા લગ્ન કરી શકે છે. જો કે, એપ્રિલ 2022માં એક કેસ પર અલ્લાહાબાદ હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે તલાકી મુસ્લિમ મહિલા ઈદ્દતની અવધિ બાદ પણ ભરણ-પોષણ ભથ્થું હાંસલ કરવાની હકદાર છે અને તેને આ ભથ્થું ત્યાં સુધી મળતું રહેશે, જ્યાં સુધી તે બીજા લગ્ન કરી લેતી નથી. એ જ પ્રકારે આ વર્ષે જાન્યુઆરીમાં એક કેસમાં બોમ્બે હાઇ કોર્ટે કહ્યું હતું કે તલાકી મુસ્લિમ મહિલા જો ફરી લગ્ન પણ કરી લે છે તો પણ તે પતિ પાસે ભરણ-પોષણ મેળવવાની હકદાર છે.
અબ્દુલ સમદ નામના એક મુસ્લિમ વ્યક્તિએ ભરણ-પોષણ ભથ્થું આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. કોર્ટમાં આ વ્યક્તિએ દલીલ આપી કે તલાકી મહિલા CRPCની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવાની હકદાર નથી. મહિલાને મુસ્લિમ મહિલા અધિનિયમ 1986 અધિનિયમન પ્રાવધાન હેઠળ જ ચાલવું પડશે. એવામાં કોર્ટ સામે સવાલ હતો કે આ કેસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ 1986ને પ્રાથમિકતા મળવી જોઈએ કે CRPCની કલમને.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp