BJP નેતા નો એક યુવતી સાથે સ્નાન કરતો અશ્લીલ ફોટો વાયરલ, ડિલીટ કરાવવા કરી દોડાદોડી, જાણો સમગ્ર મ

BJP નેતા નો એક યુવતી સાથે સ્નાન કરતો અશ્લીલ ફોટો વાયરલ, ડિલીટ કરાવવા કરી દોડાદોડી, જાણો સમગ્ર મામલો

06/07/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

BJP નેતા નો એક યુવતી સાથે સ્નાન કરતો અશ્લીલ ફોટો વાયરલ, ડિલીટ કરાવવા કરી દોડાદોડી, જાણો સમગ્ર મ

સુરત ડેસ્ક : સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખે પરિણીતા સાથેની પ્રણયલીલામાં પરિણીતાનો બાથરૂમમાં સ્નાન કરતો પોતાની સાથેનો વિડીયો કોલનો ફોટો સરપંચોના ગ્રુપમાં મુકી દેતા ભારે વિવાદ થવા પામ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપ આગેવાન આસ્તિક પટેલે કરેલા આ કૃત્યને પગલે સુરત ભાજપ અને જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી ગયો છે. આસ્તિક પટેલે આ વિડીયો ગ્રુપમાંથી ડિલીટ કરાવી દેવા ભારે પ્રયાસો કર્યા હતા પરંતુ આ ફોટો વાઈરલ થઈ ગયો હતો.


BJP પ્રમુખપદે થી હકાલપટ્ટી.

BJP પ્રમુખપદે થી હકાલપટ્ટી.

ચોર્યાસી તાલૂકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલ વિવાદમાં આવ્યા છે. હકિકતમાં આસ્તિક પટેલનો નિર્વસ્ત્ર યુવતી સાથેનો સ્ક્રીન શોટ વાયરલ થતા તેમને પ્રમુખપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્નાન કરતી મહિલા સાથેના ફોટાનો સ્ક્રીન શોટ વાયરલ થતાં આખરે આસ્તિક પટેલને જિલ્લાની ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખપદેથી રાજીનામું લઈ લેવાયું  છે. આ ઉપરાંત ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. 


હંગામો થતાં લેવામાં આવ્યા પગલાં.

હંગામો થતાં લેવામાં આવ્યા પગલાં.

બે દિવસ પૂર્વે એક પરિણીત મહિલાએ સ્નાન કરતી વેળા વીડિયો કોલ કરીને પડાયેલો ફોટાનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જ્યારે આ ફોટો ભાજપના હોદ્દેદારો સુધી પહોંચવા છતાં આસ્તિક પટેલ સામે કોઈ પગલાં નહીં લેવાતા સુરત જિલ્લા ભાજપમાં પણ ભારે ઊહાપોહની સ્થિતિ સર્જાવા પામી હતી. જો કે વિવાદ વધતા આખરે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે નવા પ્રમુખ અંગેની ઔપચારિકતા આગામી તા. ૧૦મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ જ થશે.


ભૂલમાં પરણિતની જગ્યાએ સરપંચના ગ્રૂપમાં સેન્ડ થી ગ્યો વિડીયો.

ભૂલમાં પરણિતની જગ્યાએ સરપંચના ગ્રૂપમાં સેન્ડ થી ગ્યો વિડીયો.

કવાસ ખાતે રહેતા ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના આગેવાન આસ્તિક પટેલ તેમજ બાજુના મોરા ગામે રહેતી આ પરિણીતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમપ્રકરણ ચાલતું હતું. જેમાં તેની ચરમસીમા આવી હતી. આસ્તિક પટેલ પોતે કારમાં જઈ રહ્યા હતા અને ત્યારે તેમણે આ પરિણીતાને વિડીયો કોલ કર્યો હતો. કોલ કર્યો ત્યારે પરિણીતા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. આ વિડીયો કોલ દરમિયાન આસ્તિક પટેલે સ્ક્રીનશોટ પાડ્યો હતો અને તેને પરિણીતાને મોકલ્યો હતો પરંતુ ભૂલમાં ફોટો વોટ્સએપના 38 સરપંચના ગ્રુપમાં પોસ્ટ કરી દીધો હતો. આસ્તિક પટેલને ખબર જ નહીં રહી કે ફોટો ગ્રુપમાં પોસ્ટ થઈ ગયો છે. જ્યારે આ ફોટો જોઈને લોકોએ તેમને ફોન કર્યો ત્યારે તેમને ખબર પડી પરંતુ ત્યાર સુધીમાં મોડું થઈ ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top