T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર કરાયું, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની મેચ

T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર કરાયું, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની મેચ

11/26/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર કરાયું, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની મેચ

T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજશે અને આ સમયની વાત કરવામાં આવે ટી ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેથી, ટુર્નામેન્ટ અને તેના શેડ્યૂલને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેની ફાઇનલ 8 માર્ચે રમાશે. આ દરમિયાન, ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આપણે આગળ જાણીશું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ ક્યારે અને ક્યાં રમાશે.


ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ માટે એક જ ગ્રુપમાં

ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ માટે એક જ ગ્રુપમાં

ICCએ સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારત અને પાકિસ્તાનને ફરી એકવાર એક જ ગ્રુપમાં રાખવામા આવ્યા છે, એટલે કે ફરી એકવાર હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. ભારતીય ટીમ સતત પાકિસ્તાનને હરાવી રહી છે, પરંતુ આ મેચને જોવી મજેદાર હશે છે. આ વખતે, ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં USA, નેધરલેન્ડ્સ  સિવાય નામિબિયાને પણ સમાવવામાં આવ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમ 7 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમશે. આ દિવસે ભારત અને UAE વચ્ચે મેચ રમાશે. આ મેચ મુંબઈમાં રમાવાની છે. ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીએ પોતાની બીજી મેચ રમશે, જ્યારે તેનો સામનો નામિબિયા સાથે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ મેચ રમાશે. આ મેચ ભારતમાં નહીં રમાય, પરંતુ ભારતીય ટીમે આ મેચ માટે શ્રીલંકા જવું પડશે. પાકિસ્તાની ટીમ પોતાની બધી મેચ શ્રીલંકામાં રમશે. ભારતીય ટીમ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે.


ભારતીય ટીમની કેપ્ટન્સીમાં ઉતરી શકે છે ભારતીય ટીમ

ભારતીય ટીમની કેપ્ટન્સીમાં ઉતરી શકે છે ભારતીય ટીમ

હજુ સુધી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સૂર્યકુમાર યાદવ આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ભારતીય ટીમ ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે, જે ભારતીય ખેલાડીઓ માટે મુશ્કેલ કસોટી હશે. આ શ્રેણીથી ખબર પડી જશે કે આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમનું T20 વર્લ્ડ કપ શેડ્યૂલ:

7 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ USA: મુંબઈ

12 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નામિબિયા: દિલ્હી

15 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન: કોલંબો

18 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ: અમદાવાદ


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top