આવતીકાલથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં 50મા યુવા સ્વર્ણિમ મહોત્સવનો પ્રારંભ : 5 દિવસ

આવતીકાલથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં 50મા યુવા સ્વર્ણિમ મહોત્સવનો પ્રારંભ : 5 દિવસ યુનિવર્સીટી વાઈબ્રન્ટ મોડમાં રહેશે

01/01/2024 Education

SidhiKhabar

SidhiKhabar

આવતીકાલથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં 50મા યુવા સ્વર્ણિમ મહોત્સવનો પ્રારંભ : 5 દિવસ

સુરત: આ મહોત્સવ યુનિવર્સિટીના કુલપતિ  ડો. કિશોરસિંહ એન. ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે, જ્યારે યુનિવર્સિટીના કુલ સચિવ  ડો. રમેશદાન ગઢવી અને યુવક મહોત્સવના કોઓર્ડીનેટર  ડો. પ્રકાશચંદ્ર પટેલ નિમંત્રક છે. આ મહોત્સવ કુલ ૫ દિવસ ચાલવાનો છે. જેનો આરંભ તા.૨/૧/૨૪ના રોજ સવારે ૮ વાગ્યેથી થવાનો છે.


કળશયાત્રાથી થશે શરૂઆત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારાતા. ૨ થી ૬ જાન્યુઆરી દરમિયાન ૫૦મા યુવા સ્વર્ણિમ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યુનિવર્સિટીના તમામ વિભાગો અને તેને સંલગ્ન તમામ કોલેજો ભાગ લેનાર છે. તા. ૨/૧/૨૪ના રોજ યુવા મહોત્સવના આરંભે સવારે ૮.૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં કળશયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાશે. કળશ યાત્રામાં મહત્વપૂર્ણ રામોત્સવ થીમની સાથે સાથે બીજી કેટલીક થીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કળશયાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિની વિભિન્ન ઝલકો પ્રદર્શિત કરવામાં આવનાર છે. કળશ યાત્રાનો આરંભ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વારથી થશે. ત્યાંથી તે યુનિવર્સિટીના તમામ વિભાગો પાસેથી પસાર થશે. યુનિવર્સીટીના દરેક વિભાગ દ્વારા પોતપોતાની આગવી રીતે કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કળશયાત્રાનું સમાપન થશે. આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ તમામ કોલેજો પોતપોતાની રીતેસ્વર્ણિમ યુવા મહોત્સવના આરંભની ઉજવણી કરનાર છે.


યુવાઓ માટેની અનેક સ્પર્ધાઓ, મિલેટ મેળો, સ્વદેશી મેળો, પુસ્તક મેળો અને સ્ટાર્ટ અપ સ્ટોલ્સ

કળશયાત્રા બાદ ૧૨ વાગેથી સાંજે ૬ વાગ્યા સુધી જુદી જુદી સ્પર્ધાઓ ચાલશે. જેમાં સ્કીટ, લોકગીત, મીમીક્રી શાસ્ત્રીય વાદ્ય સંગીત, નવલિકા લેખન અને કાર્ટૂન મેકિંગ ઓન કરંટ ઇસ્યુનો સમાવેશ થાય છે. તા. ૩ના રોજ સવારે ૧૦ વાગેથી શરૂ કરીને સાંજે ૬ વાગ્યા સુધી ફોક  ઓર્કેસ્ટ્રા, સમૂહ ગીત કાવ્ય પઠન, એક પાત્રીય અભિનય, પાદપૂર્તિ, ચિત્રકલા, એકાંકી નાટક અને ગરબા જેવી જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે. તા. ૪ થીએ સવારે ૧૦ વાગેથી શરૂ કરીને સાંજે ૬ વાગ્યા સુધી એકાંકી નાટક, હળવું કંઠ્ય સંગીત, ડિબેટ, પોસ્ટર મેકિંગ, સમૂહ નૃત્ય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કલે મોડલિંગ જેવી સ્પર્ધાઓ યોજાશે. તા. ૫ ના રોજ સવારે ૧૦ વાગેથી શરૂ કરીને સાંજે ૬ વાગ્યા સુધી એકાંકી નાટક, વક્તૃત્વ, શાસ્ત્રીય નૃત્ય, રંગોળી અને સમુહ નૃત્ય સ્પર્ધાનું આયોજન થશે. તા.  ૬ઠ્ઠીના રોજ સવારે ૧૦ કલાકે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વિજય શ્રી સમારંભ, વિજય પદ્મ અને વિજેતા સ્પર્ધકોને  પારિતોષિક વિતરણ કરી ૫૦મો યુવા સ્વર્ણિમ મહોત્સવ પૂર્ણ જાહેર કરાશે. યુવા મહોત્સવમાં આ પ્રવૃત્તિઓની સાથે સાથે  મિલેટ મેળો, સ્વદેશી મેળો, પુસ્તક મેળો અને સ્ટાર્ટ અપ સ્ટોલનું આયોજન પણ કરવામાં આવેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top