અમેરિકામાં ભારતીયોનો દબદબો! 10 ભારતવંશી મૂળના ઉમેદવારો રાજ્યો અને સ્થાનિક એકમોની ચૂંટણી જીત્યા

અમેરિકામાં ભારતીયોનો દબદબો! 10 ભારતવંશી મૂળના ઉમેદવારો રાજ્યો અને સ્થાનિક એકમોની ચૂંટણી જીત્યા

11/09/2023 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં ભારતીયોનો દબદબો! 10 ભારતવંશી મૂળના ઉમેદવારો રાજ્યો અને સ્થાનિક એકમોની ચૂંટણી જીત્યા

અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાની છે. આ પહેલા એવી વાત સામે આવી છે જેના પરથી અમેરિકામાં ભારતીયો લોકોના પ્રભુત્વનો અંદાજો લગાવી શકાય છે. અમેરિકામાં ઓછામાં ઓછા 10 ભારતીય-અમેરિકનોએ દેશના વિવિધ ભાગોમાં સ્થાનિક અને રાજ્ય સ્તરની ચૂંટણી જીતી લીધી છે. તેમાંના મોટાભાગના ભારતીયો ડેમોક્રેટ પાર્ટીના છે.



અમેરિકામાં ભારતીયોઓનો દબદબો

ભારતીય મૂળની હૈદરાબાદમાં જન્મેલી ગઝાલા હાશ્મીએ વર્જીનિયાની સેનેટમાં સતત ત્રણ વખત ચૂંટાઈ છે. વર્જિનિયાની સેનેટમાં બેઠક મેળવનારી તે પ્રથમ ભારતીય-અમેરિકન અને મુસ્લિમ મહિલા બની ગઈ હતી. આ સિવાય સુહાસ સુબ્રમણ્યમ પણ વર્જીનિયાની સેનેટમાં ફરી ચૂંટાયા છે. તેઓ 2019 અને 2021માં બે વખત હાઉસ ઓફ ડેલિગેટ્સમાં ચૂંટાયા હતા. હ્યુસ્ટનમાં જન્મેલા સુબ્રમણ્યમ અગાઉના ઓબામા વહીવટ દરમિયાન વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી નીતિ સલાહકાર હતા. વર્જીનિયા હાઉસમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ હિન્દુ છે. બિઝનેસ મેગ્નેટ કન્નન શ્રીનિવાસન ભારતીય-અમેરિકનોનું વર્ચસ્વ ધરાવતા લોડન કાઉન્ટી વિસ્તારમાંથી વર્જિનિયા હાઉસ ઑફ ડેલિગેટ્સમાં ચૂંટાયા છે. આ ઉપરાંત ન્યૂજર્સીમાંથી પણ ત્રણ ભારતીય-અમેરિકનો જીત્યા છે. વિન ગોપાલ અને રાજ મુખર્જી કે જેઓ ભારતવંશી છે અને ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓએ ન્યૂજર્સી સ્ટેટ સેનેટ માટે ચૂંટાયા છે. આ ઉપરાંત, બલવીર સિંહ બર્લિંગ્ટન કાઉન્ટી બોર્ડ ઓફ કાઉન્ટી કમિશનર્સ માટે ફરીથી ચૂંટાયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top