મા જ બની દીકરીની જિંદગીની દુશ્મન, માસીને ત્યાં જવા જિદ કરવા લાગી તો માતાએ...

મા જ બની દીકરીની જિંદગીની દુશ્મન, માસીને ત્યાં જવા જિદ કરવા લાગી તો માતાએ...

04/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

મા જ બની દીકરીની જિંદગીની દુશ્મન, માસીને ત્યાં જવા જિદ કરવા લાગી તો માતાએ...

મા તે મા, બીજા બધા વગડાના વા’, આ કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ આ કહેવત એક માતા પર ખોટી પડી છે. અહીં માતા જ દીકરીની જિંદગીની દુશ્મન બની ગઈ. 11 વર્ષીય છોકરીને તેની માસીના ઘરે જવા માટે જિદ કરી રહી હતી અને માતાએ ના પાડી હોવા છતા તે માનતી નહોતી તો છોકરીને ઊંચકીને પટકી દીધી. જેથી તેનું મોત થઈ ગયું.


છોકરી માસીના ઘરે જવા જિદ કરી રહી હતી:

છોકરી માસીના ઘરે જવા જિદ કરી રહી હતી:

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક એવી ઘટના સામે આવી છે જે સમજની બહાર છે. અહીં એક માતાએ પોતાની જ પુત્રીની હત્યા કરી દીધી. આરોપી મહિલાએ કથિત રીતે પોતાની 11 વર્ષીય પુત્રીનું ગળું દબાવી દીધું કારણ કે તે તેનું કહેવું માનતી નહોતી. આ ઘટના લોની પોલીસ સ્ટેશન વિસ્તારની કંચન પાર્ક કોલોનીમાં બની હતી. પોલીસે જણાવ્યું કે આ માહિતી બુધવારે આપવામાં આવી હતી.

મહિલાના પરિવારના જણાવ્યા મુજબ, મહિલાની માનસિક સ્થિતિની સારવાર ચાલી રહી છે. આરોપી 40 વર્ષીય ઉઝ્માએ પોલીસને જણાવ્યું કે, તેની પુત્રી આલિયા પોતાની માસીના ઘરે જવાની જિદ કરી રહી હતી. લોનીના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું હતું કે, ઉઝ્માએ મૃતક આલિયાને તેની માસીના ઘરે જવાની મંજૂરી આપી નહોતી, છતા છોકરીએ તેની વાત માની. ' પોતાની દીકરી વાત માની રહી નહોતી તો ગુસ્સે ભરાયેલી ઉઝ્માએ આલિયાને ઢોર માર માર્યો.' તેણે તેની દીકરીનું ગળું પકડીને જમીન પર પટકી દીધી. આ કારણે છોકરીનું ઘટનાસ્થળ પર મોત થઈ ગયું.


ઘટના સમયે માત્ર ઉઝ્મા અને આલિયા ઘરે હતા

ઘટના સમયે માત્ર ઉઝ્મા અને આલિયા ઘરે હતા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ, પોલીસકર્મીઓએ જોયું કે આલિયાના શરીર પર ઈજાના નિશાન હતા. ઘટના સમયે માત્ર ઉઝ્મા અને આલિયા ઘરે હતા. ઉઝ્માના પતિ અને પુત્ર ગુજરાતમાં છે. આલિયાના દાદાએ પોલીસને જણાવ્યું કે ઉઝમા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાની સારવાર લઈ રહી હતી. પોલીસ આ મામલે ઔપચારિક ફરિયાદની રાહ જોઈ રહી છે. ACPએ જણાવ્યું હતું કે, ઉઝ્માને કસ્ટડીમાં લેવામાં આવી છે અને આલિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top