BJPએ રેખા ગુપ્તા પર હુમલો કરનારા આરોપીનો ગોપાલ ઇટાલિયા સાથેની તસવીર શેર કરી લગાવ્યો આ આરોપ; AAP નેતાની આવી પ્રતિક્રિયા
બુધવારે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલા બાદ રાજધાનીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આરોપ-પ્રત્યારોપોનો દૌર શરૂ થઈ ગયો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ દાવો કર્યો હતો કે, ‘મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાનો આમ આદમી પાર્ટી (AAP) સાથે કનેક્શન છે અને તેમણે એક ફોટો શેર કર્યો હતો, જેમાં હુમલાખોર AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે ઉભો જોવા મળે છે. આ મામલે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે.
તમે મારા જૂના વીડિયોમાંથી કેટલાક સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને નકલી ફોટા પોસ્ટ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર હોવા છતા, તમને આવું ઘૃણાસ્પદ કામ કરવામાં થોડી પણ શરમ ન આવી? AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાના પર નિશાન સાધતા કહ્યું કે, ‘તમારી પોતાની તો કોઈ ટ્રોલરથી વધુ ઇજ્જત નથી. પરંતુ આટલી તોછડી હરકત કરતા પહેલા, તમે ઓછામાં ઓછું તમારા પિતા મદનલાલ જીના સન્માનની તો ચિંતા કરી લેતા? એ રૂપિયા ટ્વીટના હિસાબે કામ કરી રહેલા છૂટભૈયેથી પણ નિમ્ન સ્તરના તમારા કરનામાં જોઈને શું દિવંગત મદનલાલ ખુરાણાજી ખૂબ ખુશ થઈ રહ્યા હશે? પોતાના પુત્રને છૂટભૈયા ટ્રોલર બનતો જોઈને શું વિચારી રહ્યા હશે?
ગોપાલ ઇટાલિયાએ લખ્યું કે, ધારાસભ્ય બન્યા બાદ, મને તમારા જેવા સસ્તા ટ્રોલર્સને એક્સપ્લેન કરવું પડી રહ્યું છે, આ મારા માટે પણ દુર્ભાગ્યપૂર્ણ છે. તેની સાથે તેમણે એક લિંક પણ શેર કરી. તેમાં દેખાઈ રહ્યું છે કે આરોપી હુમલો કરનાર નહીં પણ ગોપાલ ઇટાલિયા સાથે કોઈ બીજો શખ્સ ઊભો છે.
ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ પોતાની X પોસ્ટમાં કહ્યું કે, જેની શંકા હતી તે જ થયું. અરવિંદ કેજરીવાલના ખાસ માણસ ગોપાલ ઇટાલિયા સાથે હુમલાખોરની તસવીર ઘણું બધું કહી રહી છે. તેમણે કહ્યું કે આજે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો છે, તેનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે સીધું જોડાતું દેખાય છે. તેમણે રેખા ગુપ્તાના હુમલાખોરનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સાથે ઊભો રહેલો જોવા મળે છે. હરીશ ખુરાનાએ આ અંગે સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે, કેજરીવાલજી, પ્લીઝ એક્સપ્લેન કરો કે ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp