ચોખાની વધતી જતી કિંમતોને નિયંત્રણમાં કરવા માટે કેન્દ્ર સરકારે કરી આ મોટી જાહેરાત, માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો મળશે! જાણો
Bharat Brand Rice : કેન્દ્ર સરકાર સસ્તા લોટ અને દાળ બાદ હવે સસ્તા ભાવમાં ચોખાનું વેચાણ કરશે. આ ચોખા લોટ અને દાળની જેમ જ ભારત ચોખાના નામે વેચવામાં આવશે. સરકારે ચોખાની વધતી કિંમતોને નિયંત્રિત કરવા આ પગલું ભર્યું છે. સાથે સરકારે ચોખા કારોબારીઓને દર શુક્રવારે સ્ટોકનો ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત ચોખાનું વેચાણ આગામી સપ્તાહથી શરૂ થશે. સરકાર પહેલાથી ભારત લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ભારત દાળ (ચણા દાળ) 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચી રહી છે.
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ છતાં છેલ્લા એક વર્ષમાં ચોખાની રીટેલ અને જથ્થાબંધ કિંમતોમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. તેથી ચોખાની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)અને નેશનલ કોઓપરેટિવ કંઝ્યૂમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ના માધ્યમથી રીટેલ બજારમાં ભારત ચોખા વેચવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચવામાં આવશે. નાફેડ અને NCCF ની સાથે સસ્તા ચોખા કેન્દ્રીય ભંડારના રિટેલ સેન્ટર્સની સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મળશે.
ખાદ્ય સચિવ ચોપડાએ કહ્યું હતું કે, ભારત ચોખા આવતા સપ્તાહથી વેચાશે. તેને 5 કિલો અને 10 કિલોના પેકમાં બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સરકારે રીટેલ બજારમાં વેચાણ માટે 5 લાખ ટન ચોખા ફાળવ્યા છે. ચોખા નિકાસ પર પ્રતિબંધ હટાવવાને લઈને ચોપડાએ કહ્યું હતું કે, સરકારની ચોખાનાં નિકાસ પરથી પ્રતિબંધ જલ્દી હટાવવાની કોઈ યોજના નથી. કિંમતોમાં ઘટાડા સુધી પ્રતિબંધ યથાવત રહેશે.
સરકારે ચોખાની કિંમતોને નિયંત્રિત કરવા માટે વધુ એક પગલું ભર્યું છે. ખાદ્ય સચિવ ચોપડાએ કહ્યું હતું કે, મંત્રાલયે આદેશ જાહેર કરી રીટેલ વિક્રેતાઓ, જથ્થાબંધ વિક્રેતાઓ અને પ્રોસેસરોને દર શુક્રવારે પોતાના પોર્ટલ પર ચોખાના સ્ટોકનો ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp