America joins Israel-Iran war: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કૂદ્યું અમેરિકા, 3 પરમાણુ ઠેકાણાઓ પર કરી દીધી એરસ્ટ્રાઈક; જુઓ વીડિયો
US launches strikes on 3 Iranian nuclear facilities: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં હવે અમેરિકા પણ સામેલ થઈ ગયું છે. અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો- ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલા પૂરી રીતે સફળ ગણાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે.
અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘બધા અમેરિકન વિમાનો હવે ઈરાનના હવાઈ સીમાથી બહાર નીકળી ચૂક્યા છે અને સુરક્ષિત રીતે ઘરે પરત ફરી રહ્યા છે. મોટાભાગના બોમ્બ ફોર્ડો નામના સ્થળ પર ફેંકવામાં આવ્યા હતા. તેમણે અમેરિકની સેનાની વધુ પ્રશંસા કરતા કહ્યું કે, ‘અમારા મહાન યોદ્ધાઓને અભિનંદન! વિશ્વની કોઈ અન્ય સેના આમ કરી નથી શકતી.’ તેની સાથે જ તેમણે કહ્યું કે હવે શાંતિનો સમય છે.
તો અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાને કહ્યું છે કે તેના પરમાણુ સ્થળોને કોઈ નુકસાન થયું નથી અને નાગરિકોને રેડિયેશનનો કોઈ જોખમ નથી. જોકે, ટ્રમ્પે પોતાના સંબોધનમાં આ હુમલાઓને સફળ ગણાવ્યા છે અને ઈરાનને શાંતિ તરફ આગળ વધવા કહ્યું છે. ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠન (AEOI)એ પુષ્ટિ કરી છે કે દુશ્મને દેશમાં ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન સહિત 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. સંગઠને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી (IAEA) પર ઉદાસીનતા અને સંડોવણીનો આરોપ લગાવતા કહ્યું કે આ હુમલાઓ પરમાણુ ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે જવાબદાર સંગઠનની દેખરેખ હેઠળ થયા છે. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ હુમલાઓની સખત નિંદા કરવા અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ કિંમતે તેના પરમાણુ કાર્યક્રમના વિકાસને રોકવા નહીં દે.
અમેરિકાએ જ્યારે ઈરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો, ત્યારે તે ઈરાન સાથે સીધા યુદ્ધમાં ઉતરી ગયું. આ પગલાને ઈઝરાયલને મદદ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માગે છે. આ નિર્ણય એટલા માટે પણ ખાસ છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં વચન આપ્યું હતું કે તેઓ અમેરિકાને ફરીથી મધ્ય પૂર્વમાં યુદ્ધમાં નહીં ખેંચે.
SOUND BYTES: A ROUND UP Netanyahu said US strike on Iran would "change history" and thanked Trump for making a decision.A commentator on Iran's state IRIB television said on air after the US strike on Iran's nuclear facilities that every American citizen and soldier in the… pic.twitter.com/kBFNCKx0i2 — Warren Thornton (@ThorntonWa47373) June 22, 2025
SOUND BYTES: A ROUND UP Netanyahu said US strike on Iran would "change history" and thanked Trump for making a decision.A commentator on Iran's state IRIB television said on air after the US strike on Iran's nuclear facilities that every American citizen and soldier in the… pic.twitter.com/kBFNCKx0i2
હુમલાના માત્ર 48 કલાક અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા બે અઠવાડિયા રાહ જોશે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે રાજનીતિક ઉકેલ મળી શકે છે કે નહીં. તેમણે કહ્યું હતું કે, જો વાતચીતની શક્યતા હોય, તો હું બે અઠવાડિયામાં નિર્ણય લઇશ કે આગળ શું કરવાનું છે.’ પરંતુ હવે ટ્રમ્પે સીધો હુમલો કરવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત વાતચીત ચાલી રહી હતી. અહેવાલો અનુસાર, ટ્રમ્પે ઇઝરાયલને ઈરાન પર હુમલો થોડા સમય માટે મુલતવી રાખવા કહ્યું હતું જેથી શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે, પરંતુ હવે એવું લાગે છે કે વાતચીતનો માર્ગ બંધ થઈ ગયો છે અને સીધો સૈન્ય માર્ગ અપનાવવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp